________________
આ આપિત્ત દૂર કરવા હેતુતાવચ્છેદકાચ્છિન્નહેતુકાનુમિતિ તો કહેવી જ જોઈએ. અર્થાત્ હેતુતાવચ્છેદકનું વૈશિષ્ટ્ય તદ્વેતુક અનુમિતિમાં કહેવું જ પડશે.
એટલે ધૂમાનુમિતૌ વહિત્યેન અયં દુષ્ટઃ સ્થળે વહ્નિત્વ રૂપ હેતુતાવચ્છેદકનું વૈશિષ્ટ્ય તમે ‘ઇદં’ પદાર્થમાં તો આપી શકતા જ નથી. કેમકે તેમ કરતાં ‘વહ્નિત્વાવચ્છિન્નહેતુકાનૈમિતિ’નો લાભ થાય નહિ. એટલે તેના લાભ માટે તૃતીયાર્થ વૈશિષ્ટ્યનો અન્વય તદ્વેતુક અનુમિતિમાં જ તમારે કરવો પડશે.
અર્થાત્ વહ્નિત્વરૂપ હેતુતાવચ્છેદકનો હેતુમાં અન્વય કરવાના લાભ માટે વૈશિષ્ટ્યનો અન્વય હેતુમાં જ કરવો રહ્યો. (‘હેતુ’માં એટલે સદ્વેતુકાનુમિતિમાં) અર્થાત્ હેતુપ્રકારક જે પરામર્શરૂપ જ્ઞાન તજ્જન્ય જે અનુમિતિ એના પ્રતિબંધકરૂપ જે દોષ એ દોષ પદાર્થ તત્વક્ષક, તત્સાધ્યક, તદ્વેતુક (પ્રસ્તુતમાં વહ્નિત્વાવચ્છિન્નવહ્નિહેતુક) અનુમિતિ કારણીભૂતાભાવ પ્રતિયોગિરૂપ છે. એટલે એમાં ઘટક હેતુ છે આ હેતુમાં તૃતીયાર્થ વૈશિષ્ટચનો અથવા તો આ હેતુનિષ્ઠ પ્રકારતામાં વૈશિષ્ટચનો અર્થાત્ વહ્નિત્વાવચ્છિન્નત્વનો અન્વય કરવો જ પડશે.
હવે આ રીતે ધૂમાનુમિતૌ વહ્નિત્વન અયં દુષ્ટઃ સ્થળે વહ્નિત્વન સ્થળે તૃતીયાર્થ વૈશિષ્ટયનો અન્વય હેતુમાં કરવાનો નિશ્ચિત થઈ ગયો એટલે તેનો અન્વય ‘ઇદં’ પદાર્થમાં તો તમે કરી શકતા જ નથી અને તેથી ભ્રમસ્થળે રાસભમાં અતિવ્યાપ્તિ દુર્વા૨ ૨હે છે. એટલે એના વારણ માટે ‘યથાર્થ’ પદની આવશ્યકતા ઊભી જ રહે છે.
गादाधरी : नच विशेष्ये वह्नित्वादिधर्मवैशिष्ट्यबोधकपदसमभिव्याहारस्थले दोषार्थकधातोरेव वह्नित्वावच्छिन्नहेतुकानुमितिप्रतिबन्धकोऽर्थः, अथवा अनुमित्यर्थकसाधनशब्दस्यैव वह्नित्वाद्यवच्छिन्नहेतुकानुमितिरूपविशेषलाक्षणिकत्वम्, दुष्धात्वर्थे ऽनुमित्यन्तर्भावे साधनपदार्थानन्वयप्रसङ्गात्, तथा च विशेष्य एव तृतीयार्थवैशिष्ट्या - न्वयोपगमान्नोक्तातिप्रसङ्ग इति वाच्यम्,
પૂર્વપક્ષ : વારૂ, જો અનુમિતિમાં ઘટકીભૂત હેતુમાં હેતુતાવચ્છેદકાવચ્છિન્નત્વનો લાભ આવશ્યક જ છે તો તેનો લાભ અમે તમને અન્ય રીતે કરી આપશું.
વહ્નિત્વન અર્થ તુષ્ટઃ અહીં વહ્નિત્વધર્મવૈશિષ્ટય બોધકપદ - ‘વહ્નિત્વેન’ પદ છે
સામાન્ય નિરુક્તિ ૭ (૦૪)