________________
- - - - - -
'એક ઉડતી નજર T “નવ્ય ન્યાય'નું નામ શ્રવણપથ પર આવતા તરત તેના આદ્યપ્રણેતા “શ્રીગંગેશ
ઉપાધ્યાયનું નામ સ્મૃતિપટ પર આવ્યા વિના ન રહે. એક નાનો બાળક જેને કશી ગતાગમ પડે નહીં, જે લગભગ ઠોઠ જેવો હતો, તેના મગજમાં અચાનક એક દિવસ એવો | એ જાદુ થયો કે તેણે નબન્યાયની રચના કરી અને તે રચના એવી કરી કે ભલભલા વિદ્વાનોને મ મ ય તેને ઉકેલવામાં નાકે દમ આવી જાય. શ્રીગંગેશજીએ નવ્ય ન્યાયનો મૂળભૂત તે A તત્ત્વચિંતામણી નામનો ગ્રંથ રચ્યો. આ તત્ત્વચિંતામણી ગ્રંથના અમુક અમુક અંશોને લઈ જ જે પાછળથી થયેલા ટીકાકારોએ તેના પર સ્વતંત્ર ટીકાઓ રચી અને ટીકાસહિત તે અંશો ?
જુદા જુદા લઘુગ્રંથો રૂપે બહાર આવ્યા, જેમકે – વ્યાપ્તિના પૂર્વપક્ષીએ કહેલા પાંચ લક્ષણો
ઉપર મથુરાનાથે માથુરી ટીકા રચી અને જગદીશ તર્કલંકારે જાગદીશી ટીકા રચી અને તે L “વ્યાપ્તિપંચક નામના ગ્રંથરૂપે બહાર આવ્યો. ઉત્તરપક્ષીએ કહેલા વ્યાપ્તિના સૈદ્ધાંતિક |
લક્ષણ ઉપર રઘુનાથ શિરોમણીએ દીપિતિ ટીકા રચી અને જગદીશ તિર્થાલંકારે જાગદીશી ટીકા રચી અને તે “સિદ્ધાંતલક્ષણ' નામના ગ્રંથરૂપે બહાર આવ્યો. એવી જ રીતે ( હેત્વાભાસના ત્રણ લક્ષણો ઉપર રઘુનાથ શિરોમણીએ દીધિતિ ટીકા રચી અને ગદાધર ને. # ભટ્ટ ગાદાધરી ટીકા રચી અને તે “સામાન્ય નિયુક્તિ' નામના ગ્રંથરૂપે બહાર આવ્યો. '
આવા અનેક ગ્રંથો નબન્યાયમાં રચાયા છે. આ પ્રસ્તુત પ્રકાશનમાં આ જ “સામાન્ય નિયુક્તિ' ગ્રંથ અનુવાદ સહિત પ્રકાશિત કરાયો છે. આ મૂળગ્રંથમાં હેત્વાભાસના ત્રણ લક્ષણોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. દીધિતિકારે
આ મૂળગ્રંથ ઉપર સંક્ષિપ્ત પણ મહત્ત્વના મુદ્દાઓને આવરી લેતી દીધિતિ નામની ટીકા , ન રચી છે. તેમાં “મૂળગ્રંથમાં તે તે પદો શા માટે મૂક્યા છે ?” તેના સચોટ અને સુંદર છે
હેતુઓ આપ્યા છે. આ “દીધિતિ' ઉપર ગદાધર ભટ્ટ “ગાદાધરી' નામની વિસ્તૃત ટીકા જ રચી છે. તેમાં દીધિતિનું પદકૃત્ય કરાયું છે. તેમજ હેત્વાભાસના લક્ષણોની અવ્યાપ્તિ, 1 અતિવ્યાપ્તિ, અસંભવ જણાવવા દ્વારા સહેતુક પરિષ્કારો કરાયા છે. ટૂંકમાં આ નાના 1 Iગ્રંથની અંદર હેત્વાભાસના લક્ષણનું સંપૂર્ણ સ્વરૂપ આવરી લેવાયું છે. જો હેવાભાસનું ..
સંપૂર્ણ જ્ઞાન હોય તો પ્રતિવાદીએ પ્રયોજેલા અસદ્ધાંતને ઓળખી, તેનો નિરાસ કરી, IT ય પોતાના સદ્ધતુનો પ્રયોગ કરી, પોતાનો પક્ષ સ્થાપિત કરી શકાય છે. તે માટે આ ગ્રંથનું છે આ અધ્યયન ખૂબ ઉપયોગી બને તેમ છે.
જો કે નૈયાયિકમત જૈનમત કરતા તદ્દન ભિન્ન છે તેથી તૈયાયિકોના ગ્રંથોનું અધ્યયન -
=
-