________________
કેટલાક મારા વિવેચનો, તો કેટલાક તેમના વિવેચનો ફમલ પ્રકાશન ટ્રસ્ટ બે વર્ષથી મુદ્રિત કરી રહેલ છે.
અહીં તેમની નોંધ આપું છું.
(૧) ન્યાય સિદ્ધાન્ત મુક્તાવલિ – પ્રેસમાં છે.
(૨) મુક્તાવલિ - ટીકા : દિનકરી – પ્રેસમાં છે.
(૩) વ્યાપ્તિપશ્ચક - મુદ્રિત થઈ ગયેલ છે.
(૪) સિદ્ધાન્ત લક્ષણ ભાગ-૧-૨ – મુદ્રિત થઈ ગયેલ છે.
(૫) સામાન્ય નિરુક્તિ – પ્રસ્તુત વિવેચન.
હજી ઘણા ભાષાંતર પામેલા વિવેચનો મુદ્રિત કરી શકાય; પણ વર્તમાનકાળમાં ઉપરની કક્ષામાં ગણાતા તે બધા ગ્રન્થોનો અભ્યાસ થતો જણાતો નથી. એટલે તેનું મુદ્રણ કમલ પ્રકાશન ટ્રસ્ટે હાથ ઉપર લીધું નથી.
આ ગ્રન્થોમાં ક્યાંય પણ મુદ્રણ-ક્ષતિ કે પદાર્થ-ક્ષતિ જોવામાં આવે તો મને તુરત જણાવવા વિનંતિ કરું છું.
તેવી ક્ષતિઓ બદલ ક્ષમા યાચું છું.
જૈન - જ્ઞાનભંડારોને, અધ્યયન કરનારા વિદ્યાર્થીઓને તથા અધ્યાપન કરતાં પંડિતપ્રવરોને ઉપર્યુક્ત પુસ્તકો વિના મૂલ્યે કમલ પ્રકાશન ભેટ આપશે. પુસ્તકો પોસ્ટથી નહિ મંગાવતા રૂબરૂ મેળવવા.
તા. ૧૬-૧૦-૨૦૦૫
૨૦૬૧, આસો સુદ ૧૫મ પંકજ સોસાયટી, અમદાવાદ-૭.
લિ. ગુરુપાદપદ્મરણુ પં. ચન્દ્રશેખરવિજય