________________
A જૈનો માટે સીધી રીતે જરાય ઉપયોગી નથી, છતાં નાયિકોના ગ્રંથોનો અભ્યાસ કરવા . I પાછળ મુખ્યતયા બે પ્રયોજનો છે : (૧) નૈયાયિકોના પદાર્થોનો અભ્યાસ કરી તેઓ | | જૈનમતથી ક્યાં ક્યાં જુદા અને ખોટા પડે છે તે વિચારવું અને તેના દ્વારા અવસરે અવસરે | | નૈયાયિકમતનું ખંડન કરી જૈનમતની સર્વોપરિતા સ્થાપવી. (૨) નૈયાયિક ગ્રંથોમાં આવતા | એ વારંવારના આક્ષેપ-પરિહારોથી બુદ્ધિને એવી રીતે ઘડવી અને કસવી જેથી જૈનગ્રંથો ) આ વાંચતા તે તીક્ષ્ણ બનેલી બુદ્ધિ સર્વત્ર અપ્રતિહતગતિવાળી બને. આવી રીતે કસાયેલી બુદ્ધિ છે * જૈનશાસ્ત્રોના ઉંડા રહસ્યાર્થીને પકડવામાં ખૂબ સહાયભૂત બને છે. આવી બુદ્ધિ ન 1 તત્ત્વચિંતનમાં મિત્રની ગરજ સારે છે.
જૈનશાસ્ત્રોમાં યાકિનીમહત્તરાસુનુ પૂજયશ્રીહરિભદ્રસૂરિ મહારાજાના ગ્રંથો અને ) | ન્યાયવિશારદ મહોપાધ્યાયશ્રી યશોવિજયજી ગણિવર્યના ગ્રંથો ખુબ મહત્ત્વના, ઉંડાણભર્યા || છે અને આકર ગ્રંથો ગણાય છે. નવ્યન્યાયનો અભ્યાસ કર્યા પછી આ ગ્રંથોમાં ચંચુપાત કરવો એ જ સરળ પડે છે અને પદાર્થોનો બોધ સરળતયા થાય છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે છે પોતાના ગ્રંથોમાં નવ્યન્યાયનો ઉપયોગ કર્યો છે. તેથી નવ્ય ન્યાયમાં હથોટી બેસી જતા આ ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથો ઉકેલવાની કળા હસ્તગત થઈ જાય છે. | નવ્ય ન્યાયના ગ્રંથો માત્ર વાંચી જવા માટે કે પંક્તિઓ બેસાડવા માટે જ નથી હોતા. 1 | ખરી હોંશિયારી તો દરેક પંક્તિની પાછળ છુપાયેલા અને નહીં કહેલા એવા હેતુ-પ્રશ્નને ! LI શોધી કાઢવાની અને તે દ્વારા ચિંતન-શક્તિ, તર્કશક્તિ વધારવાની છે. પૂજ્ય હરિભદ્રસૂરિ !
મહારાજના ગ્રંથોનો અભ્યાસ પણ આવી શક્તિ ખીલ્યા બાદ સુગમ બને છે. કેમકે પૂજ્ય એ A હરિભદ્રસૂરિ મહારાજના ગ્રંથોમાં જેટલું શબ્દ દ્વારા નથી કહેવાય તેટલું અશબ્દ દ્વારા આ કહેવાયું છે. અને તે અશબ્દને શોધી કાઢવાની શક્તિ આવા અભ્યાસ પછી પ્રગટ થાય છે.
હાલ નવ્યન્યાયના અભ્યાસી સાધુ-સાધ્વીઓનું પ્રમાણ ખૂબ વધ્યું છે. પણ સામે નવ્યન્યાયનો અભ્યાસ કરાવનારા વિદ્વાન સાધુઓ-પંડિતેં બહુ વિરલ પ્રમાણમાં છે. તેથી ||
ઘણા અભ્યાસુઓને સીદાવું પડે છે. આવા અભ્યાસીઓને તે ગ્રંથો ઉકેલવામાં - છે બેસાડવામાં મદદરૂપ બને એવા ઉદ્દેશથી કમલ પ્રકાશન ટ્રસ્ટે નવ્ય ન્યાયના ગ્રંથોની સરળJ ૧ ટીકાઓ અને ભાવાનુવાદો પ્રકાશિત કરવાનું શરૂ કર્યું છે. આ પૂર્વે વ્યાપ્તિપંચક અને ધ જ સિદ્ધાંતલક્ષણની સરળ ટીકા અને ભાવાનુવાદ પ્રકાશિત થઈ ગયા છે. હાલ આ ટ્રસ્ટ એ સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન
પ્રખરપ્રવચનકાર પંન્યાસશ્રી ચન્દ્રશેખરવિજયજી ગણિવર્યશ્રી દ્વારા લિખિત ભાવાનુવાદ 1 સહિત “સામાન્ય નિયુક્તિ' ગ્રંથ પ્રકાશિત કરી રહ્યું છે. પ્રસ્તુત ભાવાનુવાદ પૂજ્યશ્રીએ