________________
વિશિષ્ટત્વનો નિવેશ કરો છો?
ઉત્તર - જો તેમ ન કરીએ તો વ્યભિચાર-વિરોધમાં ફરી અવ્યાપ્તિ રહે. પર્વતો ધૂમવાન્ ધૂમવ્યાપ્યવહ્નિમાંશ્ચ અનુમિતિ પ્રતિ ધૂમાભાવવવૃત્તિત્વ રૂપ વ્યભિચાર પ્રતિબંધક બને છે. પણ હવે પૂર્વોક્ત રીતે તો અનુમિતિ સામાન્યમાં પર્વતો ધૂમવાન્ રૂપવ્યાપ્યવહિમાંશ્ચ એ અનુમિતિ પણ પકડાય કેમકે દ્વિતીયદલ - યત્કિં. નિરૂપિત વ્યાપ્તિવિશિષ્ટ હેતુતાવચ્છેદકાવચ્છિન્ન પ્રકારતારૂપ અહીં છે જ. આ અનુમિતિ પ્રતિ તો ધૂમાભાવવવૃત્તિત્વ એ પ્રતિબંધક બનતું નથી એટલે અવ્યાપ્તિ રહે.
વળી અયંગોત્વવાન્ અશ્વત્વાત્ અનુમિતિ પ્રતિ ગોત્વાધિકરણ ગોનિરૂપિતવૃત્તિત્વાભાવવદ્ અશ્વત્વ એ પ્રતિબંધક બને છે. પણ હવે તે અનુમિતિ સામાન્ય પ્રતિ પ્રતિબંધક નથી બનતું કેમકે અનુમિતિ સામાન્યમાં તો હવે ‘અયં ગોત્વવાન્ પશુત્વવ્યાપ્યઅશ્વત્વવાંશ્વ' એ અનુમિતિ પણ પકડાય તેના પ્રતિ તો તે પ્રતિબંધક નથી માટે અવ્યાપ્તિ આવે. આ અવ્યાપ્તિ દૂર કરવા સાધ્યતાવચ્છેદકાવચ્છિન્નનિરૂપિત વ્યાપ્તિ
કહેવી જ જોઈએ.
गादाधरी : वह्निर्धूमव्यभिचारीतिज्ञानदशायामपि द्रव्यत्वादिना धूमादिनिरूपितव्याप्ते र्भानसम्भवात्तद्दोषतादवस्थ्यमतो व्याप्तौ साध्यतावच्छेदकावच्छिन्नीयत्वनिवेशः ।
પ્રશ્ન - ભલે, પણ સાધ્યતાવચ્છેદકાવચ્છિન્નનિરૂપિતત્વ વિશિષ્ટ વ્યાપ્તિ ન કહેતાં સાધ્યનિરૂપિતત્વવિશિષ્ટ વ્યાપ્તિ અને તદ્ધિશિષ્ટ હેતુતાવ. અવ. પ્રકારતા કહો ને ?
ઉત્તર - ધૂમાભાવવવૃત્તિત્વવિશિષ્ટ વહ્નિઃ એવા વ્યભિચાર જ્ઞાન દશામાં પર્વતો ધૂમવાન્ ધૂમવ્યાપ્યવહિમાંશ્ચ અનુમિતિ યપિ ન થાય પણ પર્વતો ધૂમવાન્ દ્રવ્યવ્યાપ્યધૂમવાંશ્ચ એ અનુમિતિ વ્યાપ્તિમાં સાધ્યતાવચ્છેદકાવચ્છિન્ન નિરૂપિતત્વ છોડીને સાધ્યનિરૂપિતત્વની જ વિવક્ષા કરી છે એટલે આવા દ્વિતીય દલવાળી જેમ પર્વતો ધૂમવાન્ ધૂમવ્યાયવહ્નિમાંશ્ચ અનુમિતિ છે તેમ પર્વતો ધૂમવાન્ દ્રવ્યવ્યાપ્યધૂમવાંશ્ચ અનુમતિ પણ છે. માટે તે પણ અનુમિતિ સામાન્યમાં આવી ગઈ. અને તેના પ્રતિ વ્યભિચારનિશ્ચય પ્રતિબંધક બનતો નથી એટલે તે દોષ ન બનતાં અવ્યાપ્તિ આવે, એ જ રીતે ધ્રુવો વહ્વિમાન નતાત્ સ્થળે વહ્લિમવૃત્તિત્વાભાવવિશિષ્ટજલ રૂપ વિરોધ એ પ્રતિબંધક બને છે તે હવે નહિ બને, કેમકે અનુમિતિ સામાન્ય પ્રતિ તે પ્રતિબંધક નથી બનતો અનુમિતિ સામાન્યમાં
સામાન્ય નિક્તિ (33)