________________
प्रकृतपक्षतावच्छेदकावच्छिन्न- विशेष्यता- निरूपिता प्रकृतसाध्यतावच्छेदकावच्छिन्नप्रकारता, अथ च प्रकृतसाध्यतावच्छेदकावच्छिन्ननिरूपितव्याप्तिविशिष्टहेतुतावच्छेदकावच्छिन्नप्रकारता शालि अनुमितित्व व्यापक प्रतिबध्यता निरूपित प्रतिबंधकता शालि यथार्थज्ञान विषयत्वं તત્ત્વમ્ ।
गादाधरी : बाधसत्प्रतिपक्षस्वरूपासिद्ध्याश्रयासिद्धिषु अव्याप्तिवारणाय प्रकृतपक्षतावच्छेदकावच्छिन्नपक्षविशेष्यकत्वनिवेशः ।
હવે અહીં ‘પ્રકૃતપક્ષતાવચ્છેદકાવચ્છિન્ન વિશેષ્યતા' ને કાઢી નાંખે તો બાધ, સત્પ્રતિપક્ષ - સ્વરૂપાસિદ્ધિ, આશ્રયાસિદ્ધિમાં અવ્યાપ્તિ આવે.
બાધ : છૂંદો વિńમાન્ માત્ એ અનુમિતિ પ્રતિ વન્યભાવવાન્ હૃદ પ્રતિબંધક બને જ છે પણ હવે તો સાધ્યતાવચ્છેદકાવચ્છિન્ન પ્રકારતા..... પ્રકારતાશાલિ અનુમિતિ સામાન્ય લેવાની છે એટલે જેમ છૂંદો વિર્તમાન્ વહ્નિવ્યાપ્ય ધૂમવાંશ્ચ અનુમિતિ તેવી છે તેમ પર્વતો હિમાન્ વહ્નિવ્યાપ્યધૂમવાંશ્વ અનુમિતિ પણ તેવી હોવાથી તે પણ અનુમિતિ સામાન્યમાં આવી જાય. (પક્ષતાવચ્છેદકાવ. પક્ષ વિશેષ્ય તો અપેક્ષિત નથી.) આ અનુમિતિ પ્રતિ તો વર્જ્યભાવવાનું હ્રદ પ્રતિબંધક બની શકતો નથી. અર્થાત્ વર્જ્યભાવવાનું હ્રદ નિરૂપિત પ્રતિબધ્ધતા પર્વતો વર્તિમાન્ વહ્નિવ્યાપ્ય ધૂમવાંશ્વ અનુમિતિનિષ્ઠ નથી બનતી એટલે અનુમિતિત્વ વ્યાપક પ્રતિબધ્યતા ન બની. આમ પક્ષાંશ ન લેતાં બાધમાં અવ્યાપ્તિ આવે. જો તેનો નિવેશ કરીએ તો અવ્યાપ્તિ નથી કેમકે હૃદત્વાવચ્છિન્નહૂદ વિશેષ્યતાક અનુમિતિ તો પર્વતો વિદ્ધમાન્ અનુમિતિ છે જ નહિ. માટે તેને અનુમિતિ સામાન્યપદથી ન લેવાય. એટલે પછી અવ્યાપ્તિ ન રહે. આ જ રીતે સત્પ્રતિપક્ષમાં અવ્યાપ્તિ આવે.
તે આ પ્રમાણે વૃદ્ઘિમાન્ ફૂલો વહ્વિમાન વહ્નિવ્યાયધૂમવાંશ્ચ પ્રતિ પ્રદો વર્જ્યભાવવાન્ જલાત્ સત્પ્રતિપક્ષ બને છે. તે નહિ બને, કેમકે પર્વતો વિમાન્ વહ્નિવ્યાપ્યધૂમવાંશ્વ એ અનુમિતિ પણ અનુમિતિસામાન્યથી પકડાય (પક્ષાંશ દૂર કરેલો છે માટે સાધ્ય અને હેતુ સરખા જ્યાં મળે તે અનુમિતિ પકડાય) હવે તેના પ્રતિ તો તે પ્રતિબંધક ન બને. એટલે તેમાં અવ્યાપ્તિ આવે.
સામાન્ય નિરુક્તિ (૨૦)