________________
પ્રશ્ન ઃ અમે હેતુવૃત્તિસાધ્યાભાવવવૃત્તિત્વને જ પ્રતિબંધકતાવચ્છેદક વિષય કહીશું હવે તે સાધ્યાભાવવવૃત્તિત્વ તો દ્રવ્યત્વહેતુમાં જ રહે એનો આશ્રય ધૂમ શી રીતે બનશે?
ઉત્તર : સાધ્યાભાવવદ્વપક્ષજ્ઞાન જેમ પ્રતિબંધક બને છે તેમ સાધ્યાભાવવવૃત્તિકેતુનું જ્ઞાન પ્રતિબંક બને છે. આમ થતાં શાનમાં સાધ્યાભાવવૃત્તિદ્રવ્યત્વ વિષય વિષયિતાસંબંધથી રહી જતાં તે પ્રતિબંધકતાચ્છેદક બને એટલે તે દોષ બને અને તેથી તાર્દશદોષવત્ સદ્વેતુ ધૂમ બની જતાં અતિવ્યાપ્તિ આવવાની જ છે.
.
गादाधरी : ननु धूमादेस्तादृशधर्मवत्त्वेऽपि वह्नौ साध्ये धूमो दुष्ट इत्यादिव्यवहारस्य नापत्तिसम्भवः, उक्तयुक्त्या तद्धेतुकानुमितिविरोधि - रूपवत्त्वस्यैव तत्र दुष्टताव्यवहारनियामकत्वात्, अन्यथा तवाप्यप्रतीकारादिन्यत्रातिप्रसङ्गमाह साधारण्यादिविषयकत्वस्येति ।
दीधिति: : साधारण्यादिविषयकत्वस्य ज्ञाननिष्ठस्यैव प्रतिबन्धकतावच्छेदकत्वात् सत्तादिसाध्यके ज्ञाने अतिप्रसङ्गाच्च ।
गादाधरी : ज्ञाननिष्ठस्य = ज्ञानवृत्तित्वविशिष्टस्य । सत्तादीति सत्तावान् ज्ञानादित्यादौ ज्ञानहेतुकसत्ताद्यनुमितिप्रतिबन्धकतावच्छेदकं ज्ञानांशे सत्ताभाववद्वृत्तित्वावगाहित्वमादाय सत्त्वे साध्ये ज्ञानं दुष्टमित्यादिव्यवहारापत्तेरित्यर्थः ।
પ્રશ્ન : ભલે ધૂમમાં તાદેશદ્રવ્યત્વરૂપ દોષ રહેતો પણ તેથી વહ્નિસાધને ધૂમો દુષ્ટઃ વ્યવહાર થવાની આપત્તિ નહિ આવી જાય કેમકે તદ્વેતુકાનુમિતિવિરોધિરૂપ જ દુષ્ટત્વવ્યવહારનિયામક છે. ધૂમહેતુકાનુમિતિ વિરોધિ વન્ત્યભાવવકૃત્તિત્વવિશિષ્ટદ્રવ્યત્વ નથી જ માટે ધૂમમાં દુષ્ટત્વ વ્યવહા૨ાપત્તિ સંભવતી નથી. આમ તો તમારે પણ કહેવું જ પડશે. આ રીતે કોઈ આપત્તિ અહીં સંભવતી નથી.
ઉત્તર પક્ષ ઃ વારુ, અમે બીજી રીતે અતિવ્યાપ્તિ આપીશું. દોષવિષયકજ્ઞાન પ્રતિબંધક બને છે માટે પ્રતિબન્ધકતાવચ્છેદક સાધારણ્યાદિવિષયકત્વ જ બને. હવે એમ થતાં સત્તાવાનું જ્ઞાનાત્ સદ્વેતુમાં અતિવ્યાપ્તિ આવે. સત્તાભાવવઢવૃત્તિત્વવિશિષ્ટજ્ઞાન અહીં
સામાન્ય નિરુક્તિ ૦ (૨૪૯)