________________
नन्वेवमुक्तस्थले दशाविशेषे हेतोर्दुष्टताप्रवादो नोपपद्यत इत्यत आह निर्युक्तिकस्त्विति ।
दीधिति: : निर्युक्तिकस्तु प्रवादो न श्रद्धेयः ।
એનો અર્થ એ કરવો કે યદ્વિષયકજ્ઞાનમાં પ્રમાત્વ હોય તો તે વિષયમાં લક્ષ્યતા આવે અર્થાત્ તે વિષય લક્ષ્ય બને. પ્રસ્તુતમાં હેતુવિષયકસર્વસાધ્યવન્દ્વયાવૃત્તત્વ રૂપ વિશિષ્ટ અપ્રસિદ્ધ હોવાથી તદ્વિષયકબુદ્ધિમાં પ્રમાત્વ નથી માટે તેનો વિષય દોષલક્ષણનું લક્ષ્ય જ ન બને.
對
અર્થાત્ અસત્ત્વાનો અર્થ વિશિષ્ટસ્ય-અપ્રસિદ્ધત્વાત્'ન કરવો કેમકે અવ્યાપ્તિની આશંકા વિશિષ્ટમાં કરવામાં જ નથી આવી પણ વિશિષ્ટના એકદેશમાં કરી છે તે તો પ્રસિદ્ધ જ છે. એટલે વિશિષ્ટની અપ્રસિદ્ધિ થવા ઉપર પણ તે વિશિષ્ટાપ્રસિદ્ધિ અલક્ષ્યનિર્વાહક બની શકતી જ નથી એટલે તેનાથી દોષમાં અલક્ષ્યત્વ સાબિત કરી શકાય નહિ. માટે ‘અસત્ત્વાત્’નો ઉક્તાર્થ જ ક૨વો વ્યાજબી છે.
આગળ વધતાં દીષિતિકાર કહે છે કે જો ભ્રમવિષય સત્પ્રતિપક્ષ પણ દોષ માનશો તો તો ભ્રમજ્ઞાનવિષય બાધ પણ દોષ બની જતાં સદ્ગુતુમાં દુષ્ટત્વાપત્તિ આવે. (વન્યભાવવત્પર્વત ભ્રમજ્ઞાન છે તેનો વિષય જો દોષ બની જાય તો તત્રત્ય સદ્વેતુ ધૂમ દુષ્ટ બની જવાની આપત્તિ આવે.) કેમકે જો સાધ્યાભાવવ્યાપ્યવત્તાભ્રમવિષયવિરોધી બની શકે તો સાધ્યાભાવ ભ્રમ માટે કેમ વિરોધી ન બને ?
આ રીતે ઉત્તમ સ્થળે અલક્ષ્યત્વન અવ્યાપ્તિ આશંકા દૂર કરી. અહીં ‘દશાવિશેષે’પદ શા માટે મૂક્યું છે તે આપણે જોઈએ.
શબ્દઃ અનિત્યઃ શસ્ત્વાત્ અહીં જો શબ્દ પક્ષમાં અનિત્યત્વની સંશય દશા હોય તો તો અનિત્યત્વવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત્વ શબ્દત્વમાં મળી જ જાય કેમકે અનિત્યત્વ ઘટાદિમાં નિશ્ચિત છે. ત્યાં બધે શત્વ નથી જ રહેતું. આમ થતાં સર્વસાધ્યવન્દ્વયાવૃત્તત્વ હેતુમાં મળી જતાં હેતુ દુષ્ટ બને જ અને તેથી તેમાં લક્ષણ પણ જાય જ.
પણ અનિત્યત્વની શબ્દમાં નિશ્ચયદશા હોય તે વખતે તો અહીં અવ્યાપ્તિની આશંકા ઊભી થાય જ. તેને અલક્ષ્યત્વેન દૂર કરી. આવા સ્થળે દુષ્ટત્વવ્યવહાર નિર્યુક્તિક છે માટે તે શ્રદ્ધેય બની શકે નહિ.
સામાન્ય નિરુક્તિ . (૨૪૩)