________________
વૈયર્થ્યપત્તિ આવે છે. અહીં અમે કહીશું કે તત્તદ્ધર્મભિન્ન-ભિન્નત્વમાં દ્વિતીયભિન્નત્વ રૂપ અન્યોન્યાભાવ એ એક અતિરિક્ત જ છે. તત્તદ્ધર્માવચ્છિન્ન પ્રતિયોગિતાકભેદકૂટાવચ્છિન્નપ્રતિયોગિતાકભેદ અતિરિક્ત જ છે. હવે ભલે તત્તદ્ધર્મવત્વ પણ લક્ષણ બને. પણ
આ પણ લક્ષણ બની શકે છે. ઉપાયસ્યોપાયાન્તર જૂષાત્ આમ વૈયથ્યપત્તિ
સંભવતી નથી.
તત્તદ્ધર્માવચ્છિન્નભેદમાત્રાવચ્છિન્નપ્રતિયોગિતાક ભેદ એ ભેદ પ્રતિયોગિતાવચ્છેદકીભૂતભેદપ્રતિયોગિતાવચ્છેદક તાદ્ધર્મ સ્વરૂપ બની જાય પણ તાદેશ(પ્રથમ)ભેદકૂટાવચ્છિન્નપ્રતિયોગિતાકભેદત્વને અનેક તત્ક્રર્મમાં રાખવા કરતાં તે ભેદત્વને એક જ અતિરિક્ત ભેદમાં કલ્પવું એમાં જ લાઘવ છે.
गादाधरी : एतच्च यथाश्रुताभिप्रायेण तत्तद्धर्मावच्छिन्ननिरूपितविषयितान्यतमविषयितानिरूपकतावच्छेदकधर्मवत्त्वस्य लक्षणत्वे चाधिकविकासकतया विशेषणसार्थक्यमित्यवधेयम् ।
ગદાધર કહે છે કે યથાશ્રુતાભિપ્રાયેણ આ વિશેષણસાર્થક્યની ચિંતા કરવી પડી છે. પણ પૂર્વે અમે તાવદ્ધર્મભેદભિન્નત્વનો અર્થ તત્તદ્ધિશિષ્ટ-નિરૂપતવિષયિતાન્યતમવિષયિતાનિરૂપક્તાવચ્છેદક્તાપર્યાધિકરણ ધર્મવત્વ જે કર્યો છે તેમાં આ ચિંતા નથી રહેતી કેમકે અહીં તત્તદ્ધર્મનિરૂપિતત્વથી ઉપલક્ષિત વિષયિતા અમે લીધી છે. એટલે કે તત્તદ્ધર્મત્વનો નિવેશ વિશેષણવિધયા કર્યો જ નથી વિશેષણ તો અહીં વિષયિતા છે એ તો અહીં સાર્થક જ છે. આમ અહીં કોઈ આપત્તિ રહેતી નથી.
.
गादाधरी : ननु साध्यादिभेदेन लक्षणभेदे हूदो वह्निमान् धूमादित्यादिस्थलीयस्य लक्षणस्य पञ्चविधहेत्वाभाससाधारण्यासम्भवात्तादृशलक्षणाक्रान्तानां पञ्चविधत्वोक्त्यसङ्गतिरित्यत आह पञ्चविधभेदोक्तिरिति ।
दीधिति: : पञ्चविधभेदोक्तिस्तु तत्सम्भवस्थलाभिप्रायेण,
સામાન્ય નિરુક્તિ ૦ (૨૩૦)