________________
गादाधरी : अत्र प्रमेयत्वविशिष्टव्यभिचारादिवारणाय यथाश्रुतविशिष्टान्तराघटितत्वनिवेशे उपदर्शितव्यभिचारघटितबाधा
द्यव्याप्तेः, विशिष्टान्तरविषयित्वाप्रयोज्यस्वविषयिताप्रयोज्यतादृशोभयाभावप्रयोजकाभावाधिकरणताकत्वरूपं तादृशविशेषणं निवेशनीयम् ।
પૂર્વપક્ષ : આટલું બધું કરવા છતાં ય પ્રમેયત્વવિ.વ્યભિચારમાં અતિવ્યાપ્તિ આવે છે. કેમકે તાદેશનિશ્ચયોત્તરજાયમાન અનુમિતિમાં પર્વતો ધૂમવાન્ વજ્ઞેઃ અનુમિતિ તો ન જ થાય એટલે થનારી અનુમિતિઓમાં ઊભયાભાવ રહી જતાં પ્રમેયત્વવિ.વ્યભિચારમાં અતિવ્યાપ્તિ દુર્વાર રહે છે. હવે આ અતિવ્યાપ્તિ દૂર કરવા યથાશ્રુતવિશિષ્ટાન્તરાઘટિતત્ત્વનો નિવેશ કરો. અર્થાત્ વિશિષ્ટાન્ત૨ાઘટિતયદ્રૂપાવચ્છિન્નવિષયિતાશાલિનિશ્ચયોત્તરાનુમિતિસામાન્યમાં ઊભયાભાવ કહો તો યદ્યપિ અહીં તો વિશિષ્ટાન્તર વ્યભિચારથી ઘટિત જ આ નિશ્ચય હોવાથી તેને લઈ શકાય જ નહિ અને તેથી અતિવ્યાપ્તિ ન આવે પણ તેમ કરતાં ધૂમવ્યમિનારિવતિમત્ત્પર્વતઃ ધૂમવાન્ વર્તેઃ સ્થલીય વ્યભિચાર ઘટિત ધૂમાભાવવમવ્યભિચારિ-વતિમત્ત્વરૂપ બાધમાં અવ્યાપ્તિ આવે, કેમકે તે પણ વિશિષ્ટાન્તરાઘટિત યદ્મપાવચ્છિન્ન વિષયતાશાલિ નિશ્ચય નથી. જુઓ - તાદશવદ્ધિમત્વા-વચ્છિશાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક અને પ્રકૃતાનુમિતિપ્રતિબંધક્તાનતિરિક્તવૃત્તિ-વિષયતાવચ્છેદક વ્યભિચારત્વ દ્રૂપ (સ્વ) બને. તદવચ્છિન્નાવિષયક પ્રતીતિવિષયતાવચ્છેદક ઉક્ત બાધ નથી.
આમ વિશિષ્ટાન્તરાઘટિતત્વના નિવેશ કરવામાં અતિવ્યાપ્તિ દૂર થવા છતાંય વ્યભિચારઘટિત બાધમાં અવ્યાપ્તિ આવી જાય છે.
ઉત્તર પક્ષ ઃ વારુ, આ બે ય દોષોને અમે અન્ય રીતે દૂર કરીશું. પહેલાં એક વાર અમે વિરોધિવિષયિતાને ઊભયાભાવનો પ્રયોજક ન કહેતાં અભાવાધિકરણતાને પ્રયોજક કહ્યો છે એ ખ્યાલમાં હશે. હવે એને જ અહીં લઈને અમે આપત્તિ દૂર કરીશું. જે વિશિષ્ટાન્તર બને એની વિષયિતાથી અપ્રયોજ્ય હોય અને નિશ્ચયવિષયિતાથી પ્રયોજ્ય હોય એવી અભાવાધિકરણતા હોવી જોઈએ. હવે જો પ્રકારતાત્વાભાવ નિશ્ચયોત્તરજાયમાન અનુમિતિમાં રહે તો જ ઊભયાભાવ મળે એટલે આ રીતે ઊભયાભાવમાં પ્રયોજક આ અભાવાધિકરણતા, બને આમ ઊભયાભાવમાં પ્રયોજક જે અભાવાધિકરણતા તે સ્વવિષયિતાપ્રયોજ્ય હોય અને વિશિષ્ટાન્તરવિષયિતાઽપ્રયોજ્ય
સામાન્ય નિરુક્તિ ૭ (૧૯૧)