________________
-- - -- - - -- -- -- -- दीधितिः
एतावता प्रबन्धेन सपरिकरं हेतुं निरूप्य तत्प्रसङ्गात् तत्त्वनिर्णयादि। रूपतत्कार्यकारित्वाच्च तदाभासनिरूपणं प्रतिजानीते अथेति ।
- ચન્દ્રશેખરીયાઃ અહીં ગઝેશે એકકાર્યકારિત્વસંગતિ જ બતાવી છે. એટલે દીધિતિકાર 1 પ્રસંગસંગતિ પણ બતાવવા માટે કહે છે કે આ પગૂરૂપોપન હેતુનું અર્થાત્ પક્ષધર્મતા અને વ્યાપ્તિજ્ઞાન ઉપપન્ન હેતુનું અર્થાત્ | સપરિકર સપરિવાર હેતુનું નિરૂપણ કરીને - તેના પ્રસંગથી પણ હેત્વાભાસનું નિરૂપણ જ કરે છે. મૃતણ ૩પેક્ષાનત્વ પ્રકૃતિ: હેતુ નિરૂપણથી હેત્વાભાસ નિરૂપણ મૃત આ
બને છે કે જે ઉપેક્ષાને યોગ્ય નથી. એટલે આ રીતે હેત્વાભાસનિરૂપણમાં પ્રસાસંગતિ ન આવી.
गादाधरी :
हेत्वाभासनिरूपणे प्रसङ्गस्याऽपि सङ्गतित्वं सम्भवति, " व्याप्तिपक्षधर्मताविशिष्टहेतु निरूपणे सति - व्याप्तिपक्ष-"
धर्मताविरोधितद्विरहवतो दुष्टहेतोः स्मरणाद्, अतस्तदप्रदर्शकमूलस्य [] न्यूनतां परिजिहीर्षुः प्रसङ्गस्यापि तनिरूपणप्रयोजकत्वमाह एतावतेति ॥
હવે એ જ દધિતિની પંક્તિ ઉપર ગદાધર કહે છે કે હેત્વાભાસના નિરૂપણમાં પ્રસંગસંગતિ પણ છે જ. કેમકે વ્યાપ્તિ અને પક્ષધર્મતાથી વિશિષ્ટ હેતુનું નિરૂપણ પૂર્વે થયેલું છે. તેનાથી વ્યાપ્તિ+પક્ષધર્મતાના વિરોધી એવા વ્યાપ્તિ-પક્ષધર્મતાના વિરહવાળા દુષ્ટ હેતુનું સ્મરણ થઈ જાય છે. એટલે આ પ્રસંગસંગતિનું મૂલકારે તો પ્રદર્શન કર્યું નથી માત્ર એકકાર્યકારિત્વનું જ કથન કર્યું છે. આ તેમની ન્યૂનતા દૂર કરવા દીધિતિકારે પતાવતા પ્રત્યેન' ઇત્યાદિ કહ્યું છે.
गादाधरी : परिकरो व्याप्तिपक्षधर्मते ।
પરિકર એટલે વ્યાપ્તિ અને પક્ષધર્મતા છે. અથવા તો પક્ષસત્ત્વ, સપક્ષસત્ત્વ આદિ U પાંચ રૂપને પણ હેતુનો પરિકર કહેવાય. એનો ઉક્ત બેમાં સંકોચ કરી લીધો છે.
ન સામાન્ય નિરુક્તિ •
O