________________
પર્વતો વહિમાન્ વહિવ્યાપ્યપર્વતાવૃત્તિમાંશ્ચ ।
જે વહિવ્યાપ્યપર્વતમાં અવૃત્તિમાન્ છે. તે વિદ્ધમાન્ શી રીતે બને ? અહીં વહ્નિમાં પર્વતવૃત્તિત્વનું ભાન છે અને પર્વતાવૃત્તિત્વનું પણ ભાન છે. સ્વ=પર્વતવૃત્તિત્વવિરોધિધર્મધર્મિતાવચ્છેદક પર્વતાવૃત્તિત્વતનિરૂપક અને સ્વ=પર્વતાવૃત્તિત્વપ્રકારક આ જ્ઞાન અનાહાર્ય ન બની શકે.
આ રીતે યથાવિવક્ષિત અનુમિતિ અપ્રસિદ્ધિમાં પ્રયોજક અનેક બનવાથી અનેક સ્થળે અપ્રસિધ્ધિનિબંધન અવ્યાપ્તિ કહી શકાય.
હવે આમ થતાં ઉક્ત સ્થળનો કોઈ વાદી પ્રયોગ કરે તો જરૂર તે અપાર્થકત્વરૂપ નિગ્રહસ્થાન આપવાથી નિગૃહીત થઈ જાય પણ નિવૃહિત્યેન પર્વતે વહેઃ સાધને બૂમો દુષ્ટઃ ઈત્યાદિ વ્યવહાર ઉપપન્ન ન થઈ શકે. કેમકે અહીં દોષનું લક્ષણ જ અવ્યાપ્ત થયેલું છે.
दीधिति: : अत्र वदन्ति यद्विषयकनिश्चयस्य विरोधिविषयताप्रयुक्तस्तदुत्तरमनुमितावनाहार्य्यमानसज्ञाने वा पक्षतावच्छेदकविशिष्टपक्षे साध्यतावच्छेदकविशिष्टसाध्यवैशिष्ट्यावगाहित्वस्य साध्यतावच्छेदकविशिष्टसाध्यनिरूपितव्याप्तिविशिष्टहेतुमत्तावगाहित्वस्य च द्वयोर्व्यतिरेकस्तत्त्वं हेतुदोषत्वम् ।
गादाधरी : यद्विषयकनिश्चयस्येति । यद्रूपावच्छिन्नविषयकनिश्चयस्येत्यर्थः । उत्तरपदस्य उत्तरकालीनार्थकतया तदुत्तरमितिधातूपस्थाप्यानुमितिरूपक्रियाविशेषणमतो द्वितीया । अग्रिमकल्पे तादृशज्ञानरूपक्रियाविशेषणमतो ज्ञानपदमपि सार्थकम् ।
અત્રવત્તિ-આ અવ્યાપ્તિ ટાળવા માટે હવે દીષિતિકાર નિષ્કૃષ્ટ લક્ષણનું અનુસરણ કરે છે.
(૧) યદ્વિષયકનિશ્ચય એટલે દોષતાવચ્છેદકાવચ્છિન્નનિશ્ચય.
(૨) પક્ષતાવચ્છેદકવિશિષ્ટપક્ષ એટલે પક્ષતાવચ્છેદકતા પર્યાપ્તિ અધિકરણધર્મનિષ્ઠ
સામાન્ય નિરુક્તિ ૦ (૧૬)