________________
વૃદ્ઘિમાન્ ધૂમાત્ સદેશ પર્વતો વહિમાન વહિવ્યાપ્યપ્રમેયત્વાત્ અનુમિતિ બને તેના પ્રતિ વહ્નિવ્યભિચારીપ્રમેયત્વ દોષ બને જ છે. તે પ્રસ્તુતાનુમિતિ પ્રતિ પણ દોષ બનતાં અતિવ્યાપ્તિ આવે. આ દોષનું વારણ પ્રકૃતહેતુકત્વનો જ નિવેશ કરે તો થઈ શકે છે એટલે તેમ કરવા પર પણ હેતુતાવચ્છેદકનો નિવેશ ન કરવા પર દોષ બતાવે છે. અહીં પ્રસ્તુતાનુમિતિ સદેશ પર્વતો વહિમાન વહિવ્યાધૂમાન્ અનુમિતિ બને. તે પ્રકૃતહેતુક અનુમિતિ તો છે. તેના પ્રતિ ધૂમવ્યભિચારીવહ્નિરૂપ વ્યભિચાર એ દોષ બને છે તે પ્રસ્તુતાનુમિતિ પ્રતિ પણ બની જતાં અતિવ્યાપ્તિ આવે.
गादाधरी : प्रकृतहेतुकत्वनिवेशेऽपि एतद्दोषस्य शक्यवारणतया हेतुतावच्छेदकनिवेशनायाह केवलधूमस्येति । वह्निशून्यदेशान्तरवृत्तिधूमव्यक्तिव्यावर्त्तकविशेषणानवच्छिन्नेत्यर्थः । साध्यतावच्छेदकानिवेशे पूर्वं साध्यवत्ताज्ञानविरोधिन्यतिव्याप्तिर्दर्शिता, इदानीं व्याप्तिज्ञानविरोधिन्यतिव्याप्तिं दर्शयति "विशिष्टधूमस्य वा पर्वतीयवह्निव्यभिचार" इति । પર્વતો વહ્વિમાન્ ધૂમાવ્ સ્થળે પણ વિશેષણરહિત ધૂમ એ દુષ્ટકેતુ બની જાય કેમકે . અવિચ્છિન્ન મૂલત્વવિશિષ્ટધૂમમાં જ વહ્નિની વ્યાપ્તિ મળે. એન્જિન ચાલ્યું જતું હોય અને ધૂમ પાછળ રહી ગયો તો તે ધૂમ તો વહ્નિનો વ્યભિચારી જ કહેવાય કેમકે તે ધૂમ જ્યાં છે જ્યાં વહ્નિ નથી જ. આમ કેવળ ધૂમ લેતાં તે વહ્નિવ્યભિચારી બની જાય. આ રીતે જ ઉપર ધૂમને વહ્નિવ્યભિચારી કહ્યો છે.
.
હવે સાવચ્છિન્ન અર્થાત્ વિશિષ્ટધૂમ લઈએ તો ત્યાં પણ દોષ આવે તે બતાવે છે. पर्वत पर्वतीयवह्निमान् धूमात् ॥ अनुमिति ने पर्वतो वह्निमान् धूमात् અનુમિતિ બે ય સમાન બને. (જો સાધ્યતાવચ્છેદકવિશિષ્ટવ્યાપ્તિનો નિવેશ ન કરે તો) આમ થતાં પ્રથમાનુમિતિ પ્રતિ પર્વતીયવૃદ્વિવ્યભિચારવત્ ધૂમ: (વિશિષ્ટમ) જેમ દોષ બને તેમ તે પર્વતો વહ્વિમાન્ ધૂમાત્ અનુમિતિ પ્રતિ પણ દોષ બનતાં અતિવ્યાપ્તિ આવે. તેને દૂર કરવા ઉક્તનિવેશ આવશ્યક જ છે.
गादाधरी : दोषलक्षण इव दुष्टलक्षणेऽपि पक्षतावच्छेदकादिनिवेशस्यावश्यकतां दर्शयति न वा तत्सम्बन्धेनेति ।
સામાન્ય નિરુક્તિ ૭ (૧૬૨)