________________
दीधितिः : नवा तत्सम्बन्धेन तत्र तस्य हेतोर्दुष्टत्वम्, अतस्तद्धर्म्माविच्छिन्नतत्पक्षकतद्धर्म्मावच्छिन्नतत्साध्यकतद्धर्म्मावच्छिन्नतद्धेतुका
नुमितिप्रतिबन्धकत्वम् वाच्यम् ।
गादाधरी : तत्र = पर्वतत्वावच्छिन्ने वह्नित्वावच्छिन्नवह्निसाधने । |तस्य विशिष्टधूमत्वावच्छिन्नस्य । पक्षादौ पक्षतावच्छेदकादेर्यादृशसम्बन्धेन विशेषणत्वं यत्राभिमतं तत्र तत्सम्बन्धेन तदवच्छिन्नत्वं निवेश्यमिति सूचयितुं तत्पक्षकेत्युक्तम्, पक्षतावच्छेदकादिनिवेशे पक्षादिनिवेशस्याप्रयोजकत्वादिति । वाच्यम् - तद्रूपावच्छिन्नपक्षसाध्यहेतुकदोष- लक्षणे निवेशनीयम् ।
હવે જો આ દોષનું લક્ષણ હોત તો અને ઉક્ત તત્તનો અનિવેશ હોત તો અતિવ્યાપ્તિ આવત. માટે તત્તત્ નિવેશ અનિવાર્ય બન્યો એટલે તે તે અતિવ્યાપ્તિ ન આવી. આ જ રીતે જો આ દુષ્ટકેતુનું લક્ષણ હોત તો સ્વવિષયકજ્ઞાનવિષયપ્રકૃતહેતુતાવચ્છેદકવત્ત્વ સંબંધથી સદ્વેતુ પણ તત્તત્ અનિવેશમાં દુષ્ટ બનતાં અતિવ્યાપ્તિ આવત. હવે તત્તત્ નિવેશથી તે અતિવ્યાપ્તિ ઊભી રહેતી નથી.
આમ તદ્ધર્માવચ્છિન્નત૫ક્ષક, તદ્ધર્માવચ્છિન્નતસ્રાધ્યક, તદ્ધર્માવચ્છિન્નતદ્વેતુકાનુમિતિપ્રતિબંધકતા કહેવી જોઈએ.
અહીં માત્ર તદ્ધર્માવચ્છિન્નપક્ષક કહેવાથી તો ફરી અતિવ્યાખ્યાદિ દોષ આવી જ જાય એટલે ગદાધર કહે છે કે તત્પક્ષકનો નિવેશ સૂચિત કરે છે કે પર્વતો વહિમાન્ ધૂમાત માં પક્ષતાવચ્છેદક-સાધ્યતાવચ્છેદક-હેતુતાવચ્છેદક જે સંબંધથી વિશેષણ તરીકે પક્ષાદિમાં અભિમત હોય તે સંબંધથી પક્ષતાવચ્છેદકાવચ્છિન્નત્વનો નિવેશ કરવો જોઈએ. પર્વતમાં પર્વતત્વ સમવાયસંબંધથી વિશેષણ તરીકે અભિમત છે માટે સમવાયસં.અવચ્છિન્ન પર્વતત્વાવચ્છિન્નપર્વતનો નિવેશ ઉક્તાનુમિતિમાં કરવો જોઈએ.
આ જ રીતે સાધ્ય-હેતુ સ્થળે સમજી લેવું.
હવે આપણે પક્ષ સ્થળનો વધુ પરિષ્કાર કરીએ.
પક્ષતાવચ્છેદકપર્વતત્વ છે. તેમાં પક્ષતાવચ્છેદકતા છે. પર્વતત્વ પક્ષતાવચ્છેદકતાનું
સામાન્ય નિરુક્તિ ૦ (૧૯૬૩)