________________
જોઈએ. તેમ થતાં અવચ્છેદકતાનું પર્યાપ્ત્યા અધિકરણ પર્વતત્ત્વ જ છે. અને તદિતર અનુમિતિમાં તો પર્યાપ્ત્યા અધિકરણ કાચ્ચનમયપર્વતત્ત્વ છે એટલે સમાન અનુમતિ ન બનતાં આપત્તિ ન આવે.
જો પક્ષતાવચ્છેદકાદિનો કોઈ જ નિવેશ ન કરે તો તો અસંભવ દોષ જ આવી જાય, કેમકે ગમે તે અનુમિતિપ્રતિબંધકતા ગમે તે અનુમિતિ સ્થળે આવી જાય. તેના વારણ માટે યત્કિંગ્વિધર્માવચ્છિન્ન-પક્ષ-સાધ્યહેતુકાનુમિતિપ્રતિબંધકતા કહેવી જોઈએ. અને તેમ થતાં ફરી પર્વતો વૃદ્ધિમાન્ ધૂમાત્ સ્થળે કાગ્યનમયત્વાભાવવત્પર્વત દોષ બનતાં અતિવ્યાપ્તિ આવે, કેમકે પર્વતત્વાવચ્છિન્ન યત્કિંચિત્ ધર્માવચ્છિન્ન પક્ષક આ અનુમિતિ છે તેમ કાચ્ચનમયપર્વતત્વ રૂપ યત્કિંચિત્ ધર્માવચ્છિન્નપક્ષક કાચ્ચનમય પર્વતો વહ્વિમાન્ અનુમિતિ પણ છે જ. તેની પ્રતિ જે પ્રતિબંધક બને તે પ્રથમાનુમિતિ પ્રતિ પણ પ્રતિબંધક બની જતાં અતિવ્યાપ્તિ આવે.
‘પર્વતત્વાદેઃ કાચ્ચનમયત્વવિરહઃ' દીદ્ધિતિ સ્થળે આદિપદ ઘટત્વાદિ વસ્વન્તરનું સંગ્રાહક સમજવું.
गादाधरी : प्रकृतानुमित्यविषयपदार्थाभावेऽतिव्याप्तिं सूचयित्वा तद्विषयसाध्याद्यभावे तां सूचयति हृदस्येति । हूदनिष्ठं वह्निशून्यत्वं धूमशून्यत्वञ्चेत्यर्थः । हृदादिनिष्ठाभावेऽतिव्याप्तिसूचनञ्च प्रकृतपक्षतावच्छेदकावच्छिन्नप्रकृतपक्षकत्वरूपसमुदायदलस्यैवानिवेशे बोध्यम् ।
ઉપર આપણને ‘કાચ્ચનમયત્વ’ કે જે પર્વતો વહ્નિમાથી અનુમતિનો અવિષય હતો તેને લઈને અતિવ્યાપ્તિ બતાવી. હવે પર્વતો વૃદ્ઘિમાન્ ધૂમાત્ અનુમિતિના વિષયીભૂત વહ્નિ-ધૂમને લઈને અતિવ્યાપ્તિ બતાવે છે. જો પ્રશ્નપક્ષતાવચ્છેદકાવચ્છિન્નપ્રકૃતપક્ષકત્વરૂપ સમુદાય દલનો જ અનિવેશ કરીએ તો તો વહ્નિત્વાવચ્છિન્નસાધ્યકધૂમત્વાવચ્છિન્ન હેતુકાનુમિતિપ્રતિબંધકતા જ લેવાની રહી. એટલે પર્વતો વહિમાન ધૂમાત્ ની સદેશ છૂવો વહ્વિમાન્ ધૂમાન્ અનુમિતિ પણ બની તેની પ્રતિબંધકતા વર્જ્યભાવવઘ્ધદ નિશ્ચયમાં છે તેમ ધૂમાભાવવર્દ્ધદરૂપ નિશ્ચયમાં છે. આ બે યના વિષય પર્વતો વહ્વિમાન્ પ્રતિ દોષ બની જતાં અતિવ્યાપ્તિ આવે.
गादाधरी : महानसीयेति । महानीसयवह्न्यभावो महानसीयधूमाभावो સામાન્ય નિરુક્તિ ૭ (૧૬૦)