________________
પ્રતિબંધકતાવવ્યભિચારનિશ્ચયનિરૂપિતવૃત્તિતા તે ત્રણેયમાં મળે પણ તાદશસંબંધથી પ્રતિબંધકત્વાભાવવત્ બાધનિશ્ચય નિરૂપિતવૃત્તિતાનો તો તે ત્રણેયમાં અભાવ જ મળે. (કેમકે પ્રતિબંધકત્વાભાવવત્ બાધાદિનિશ્ચયમાં વ્યભિચાર વૃત્તિ નથી.) આમ વિશિષ્ટ સાધ્યસાધનગ્રહાવિરોધીજ્ઞાનનિષ્ઠવિયિતાસંબંધેન વ્યાપ્તિગ્રહપ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિત્વ અર્થાત્ તાદશસંબંધેન વ્યાપ્તિગ્રહપ્રતિબંધકત્વાભાવવદવૃત્તિત્વ અર્થાત્ તાદેશસંબંધેન વ્યાપ્તિગ્રહપ્રતિબંધકત્વાભાવવવૃત્તિત્વાભાવ એ જ વ્યભિચારવિભાજક પદાર્થ છે એમ અમે કહીશું. ઉક્ત સંબંધથી ઉક્તવૃત્તિત્વાભાવ પ્રમેયત્વવિશિષ્ટવ્યભિચારાદિ ત્રણેયમાં રહી જવાને લીધે ત્રણેયમાં વ્યભિચારપદાર્થ સામાન્ય આવી ગયું. અમે ‘તે વિશિષ્ટાન્તરાઘટિત જોઈએ' એવું તો કહેતાં જ નથી એટલે તમારી માફક મેયત્વવિશિષ્ટવ્યભિચારનો કે વ્યભિચારવિશિષ્ટમેયત્વનો શુદ્ધવ્યભિચારસાજાત્યેન લેવામાં અસંગ્રહ નહિ થાય.
હવે આમ વ્યભિચારવિશિષ્ટમેયત્વ સજાતીયવિશિષ્ટાન્તરવ્યભિચાર મળી જાય. એનાથી ઘટિત જે સ્વ તે વ્યભિચારવિશિષ્ટમેયત્વ બને. તદવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક વ્યભિચારવિશિષ્ટમેયત્વ તો ન જ બને એટલે તેમાં લક્ષણની અતિવ્યાપ્તિ સંભવતી નથી.
गादाधरी : तन्न, व्यभिचारघटितबाधादावपि विशिष्टान्तराऽघटितत्वाऽघटितव्यभिचारत्वादिसत्त्वेन तद्घटकव्यभिचारादेर्व्यभिचारत्वादिना तत्सजातीयतया तत्संग्रहानुपपत्तेः ।
સિદ્ધાન્તી : જો તેમ કહેશો તો વ્યભિચારઘટિતબાધમાં લક્ષણની અવ્યાપ્તિ આવી
જશે.
વ્યભિચારઘટિતબાધમાં વસ્તુતઃ બાધત્વ હોવાથી તેનું સજાતીયવિશિષ્ટાન્તર બાધ જ બને. પણ હવે તો વ્યભિચારઘટિતબાધમાં ત્વદુક્ત વ્યભિચારત્વ આવવાથી તેનું સજાતીયવિશિષ્ટાન્તર વ્યભિચાર બની જાય. જુઓ, વ્યભિચારઘટિતબાધમાં તાદશસંબંધેન તાદેશપ્રતિબંધકત્વાભાવવવૃત્તિત્વાભાવ છે માટે તેમાં વ્યભિચારત્વ આવી ગયું. એટલે હવે વ્યભિચારઘટિતબાધમાં પણ તમે જે વિશિષ્ટાન્તરાઘટિતશૂન્ય વ્યભિચારત્વ કહ્યું છે તેવું વ્યભિચારત્વ છે જ. અર્થાત્ વ્યભિચારિઘટિતબાધમાં આવું વ્યભિચારત્વ છે. એટલે હવે તેનું સજાતીયવિશિષ્ટાન્તર વ્યભિચાર બને. તેનાથી ઘટિત તે વ્યભિચારવિશિષ્ટબાધ છે. તદવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક વ્યભિચારવિ.બાધત્વ તો ન જ બને એટલે તેમાં લક્ષણની અવ્યાપ્તિ થાય.
સામાન્ય નિરુક્તિ (૧૪૫)