________________
જેનાથી આ વિરોધ-અસાધારણ સ્થલીય અવ્યાપ્તિ પણ ન આવે. (વિરોધ-અસાધારણ એ વિશિષ્તયાઘટિત જ છે માટે.)
गादाधरी : न च पक्षवृत्तित्वविशेषितं प्रकृतहेतुनिष्ठसाध्यव्यापकीभूताभावप्रतियोगित्वमेवासाधारण्यादिरूपं वाच्यम्, पक्षवृत्तित्वाघटितविशिष्टविषयताया अप्रतिबन्धकज्ञानसाधारणतया प्रतिबन्धकतानवच्छेदकत्वात् तादृशस्य चासाधारण्यादेः पक्षवृत्तित्वविशिष्टप्रकृतहेतुसाध्यव्यापकाभावप्रतियोगित्वविशिष्टप्रकृतहेत्वादिरूपनिरुक्तविशिष्ट| द्वयघटिततया निरुक्त-विशिष्टद्वयाघटितत्वनिवेशोऽपि न सम्भवतीति वाच्यम्,
પૂર્વપક્ષ : જુઓ. વિરોધ અસાધારણનું લક્ષણ હેતુનિષ્ઠસાધ્યવ્યાપકીભૂતા
ભાવપ્રતિયોગિત્વ માત્ર તમે કરો છો તો તે બરોબર નથી. કેમકે અપ્રતિબંધકજ્ઞાન પણ
આવું હોઈ શકે છે અને તેથી ત્યાં પ્રતિબંધક્તાતિરિક્તવૃત્તિવિષયકતા જતાં અનતિરિક્તવૃત્તિત્વરૂપ અવચ્છેદકતા જે તમે માનો છો તે ન મળતાં અહીં લક્ષણ ન જવાથી અવ્યાપ્તિ આવે. એટલે એને દૂર કરવા માટે તમારે પક્ષવૃત્તિત્વ વિશિષ્ટ પ્રકૃતહેતુનિષ્ઠસાધ્યવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત્વને દોષ કહેવો જ જોઈએ. હવે આમ થતાં એનો આકાર વિશિષ્ટદ્રયઘટિત જ બની ગયો. પક્ષવૃત્તિત્વવિશિષ્ટપ્રકૃતહેતુ સાધ્યવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત્વ-વિશિષ્ટપ્રકૃતહેતુ આ બે વિશિદ્ધયથી ઘટિત વિરોધઅસાધારણ બની ગયા. અને તેથી તમારું લક્ષણ તેમાં અવ્યાપ્ત થાય છે.
અમારે અહીં અવ્યાપ્તિ આવે તેમ નથી. કેમકે અમે તો સ્વરૂપસં.રૂપ અવચ્છેદકતા માનીએ છીએ. એટલે અપ્રતિબંધકજ્ઞાનમાં પ્રતિબંધ તાતિરિક્તવૃત્તિવિષયક્તા રહેવા છતાં
ય અમારે તે આપત્તિના ભયથી તમારે કરવો પડતો નિવેશ કરવાનો નથી અને તેથી વિરોધ-અસાધારણનું પ્રકૃતહેતુનિષ્ઠસાધ્યવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત્વ રૂપ જ લક્ષણ રહેવાનું અને તેથી તે જ્ઞાનવૈ.થી અનવચ્છિન્ન હોવાથી એમાં લક્ષણ સમન્વય થઈ જ જવાનો અને આ જ જ્ઞાનવૈ.અનવચ્છિન્તત્વ નિવેશથી પાષાણમયત્વવત્પર્વત જ્ઞાનસ્થલીય અતિવ્યાપ્તિ પણ દૂર થઈ જવાની.
માટે વિશિષ્ક્રયાઘટિતત્ત્વનિવેશ કરવા છતાં તમને અવ્યાપ્તિ રહે છે માટે તે નિવેશ કરી શકાય નહિ અને તેથી જ્ઞાનવૈ.અનવચ્છિન્નત્વ નિવેશથી જ અહીંની આપત્તિ દૂર સામાન્ય નિરુક્તિ . (૧૧૬)