________________
5
સ્વરૂપ સંબંધ
એવી બુદ્ધિ થતી નથી. માત્ર, દંડ પુરુષના હાથમાં રહ્યો હોય તો જ એવી બુદ્ધિ થાય છે.
આના પરથી જણાય છે કે, જેમાં ‘વાળો’ અર્થ ભાસે છે એવી ‘વ′ી પુરુષઃ' વગેરે બુદ્ધિ થવા માટે ત્રણ ચીજો આવશ્યક છે. દંડ, પુરુષ અને તે બે વચ્ચેનો સંસર્ગ (સંબંધ).
એટલે કે, ‘ઠંડી પુરુષઃ’ વગેરે બુદ્ધિનો વિષય આ ત્રણ ચીજો બને છે. ‘વાળો’ અર્થવાળી આવી બુદ્ધિઓ વિશિષ્ટ બુદ્ધિ કહેવાય છે.
એમાં જે ૩ વિષયો ભાસે છે તેમાં
(૧) એક રહેનાર હોય છે. એને પ્રકાર, ધર્મ કે વિશેષણ કહે છે. દા.ત. પ્રસ્તુતમાં દંડ
(૨) એક રાખનાર હોય છે. એને વિશેષ્ય કે ધર્મી કહે છે. દા.ત. પુરુષ.
(૩) એક તે બે વચ્ચેનો સંબંધ હોય છે. તેને સંસર્ગ કહે છે. દા.ત. સંયોગ
આમ, સંસર્ગ પ્રકારને વિશેષ્યમાં રાખે છે.
તથા, ‘યો યઃ, તસ્મિન્ તત્ત્વ” એ ન્યાયે પ્રકારમાં રહેલી વિષયતાને પ્રકારતા કહે છે. એમ, વિશેષ્યમાં રહેલી વિષયતાને વિશેષ્યતા કહે છે. તથા સંસર્ગમાં રહેલી વિષયતાને સંસર્ગતા કહે છે.
ઘડો ભૂતલમાં રહ્યો છે. એટલે કે ષવદ્ ભૂતતમ્... હવે, જ્યાં આવી ‘વાળો' અર્થવાળી વિશિષ્ટબુદ્ધિ થાય છે ત્યાં કોઈને કોઈ સંબંધ હોવો જોઈએ. તેથી ઘડા અને ભૂતલ વચ્ચે કોઈ સંબંધ છે. દ્રવ્યદ્રવ્યયોઃ સંચોઃ એ ન્યાયે એ સંયોગ સંબંધ છે. એટલે કે ઘડો સંયોગ સંબંધથી ભૂતલમાં રહ્યો છે. એટલે કે ઘડાનો સંયોગ ભૂતલમાં રહ્યો છે.
આ સંયોગ એ એક ગુણ છે અને ઘડા અને ભૂતલ કરતાં એ સ્વતંત્ર પદાર્થ છે. તેથી એ જો ભૂતલમાં રહ્યો છે તો એને રહેવાનો પણ કોઈ સંબંધ હોવો જોઈએ. કારણ કે કોઈપણ ચીજ અન્ય ચીજમાં સંબંધ વગર રહેતી નથી.
સંયોગને ભૂતલમાં રહેવાનો સંબંધ સમવાય છે. કારણ કે સંયોગ એ ગુણ છે અને ભૂતલ એનો ગુણવાન્ છે. ગુણ, ગુણવામાં સમવાય સંબંધથી રહે છે. એટલે કે હવે, સંયોગ અને ભૂતલ એ બે જે સંબંધીઓ છે તેઓ વચ્ચે સમવાય નામનો સંબંધ છે એમ સિદ્ધ થયું. એટલે કે સંયોગનો સમવાય ભૂતલમાં છે એમ સિદ્ધ થયું.
હવે, સમવાય પણ એક સ્વતંત્ર (છઠ્ઠો) પદાર્થ છે. (એની સિદ્ધિ આગળ આવશે.) તેથી એને પણ ભૂતલમાં રહેવા માટે એક સંબંધ જોઈશે. કારણ કે સંબંધ વિના તો કોઈ ચીજ ક્યાંય રહેતી જ નથી.
આ સમવાયને જે રહેવાનો સંબંધ છે તે સ્વરૂપ સંબંધ છે. એટલે કે (અ) ઘટનો સંયોગ ભૂતલમાં છે. (બ) સંયોગનો સમવાય ભૂતલમાં છે (ક) સમવાયનો સ્વરૂપ સંબંધ ભૂતલમાં છે.
એમાં, (અ) ઘટ અને ભૂતલ એ બે સંબંધી છે, સંયોગ એ સંબંધ છે. (બ) સંયોગ અને ભૂતલ એ બે સંબંધી છે, સમવાય એ સંબંધ છે. (ક) સમવાય અને ભૂતલ એ બે સંબંધી છે, સ્વરૂપ એ સંબંધ છે.
પ્રશ્ન : જો સમવાયનો સ્વરૂપ સંબંધ ભૂતલમાં છે તો, સ્વરૂપ સંબંધને ભૂતલમાં રહેવાનો પણ કોઈ સંબંધ જોઈશે. ને ! તો એ કયો સંબંધ છે ?
ઉત્તર ઃ આ રીતે એક એક સંબંધને રહેવા માટે નવો નવો સંબંધ કમ્પ્યા કરીએ તો ક્યારેય પાર જ ન આવે, અને સંબંધોની પરંપરા જ ચાલ્યા કરે. ક્યારેય પાર ન આવે એવી પરંપરા ચાલવી એ અનવસ્થા નામનો દોષ કહેવાય છે. પ્રસ્તુતમાં આવો દોષ ન લાગે એ માટે અમે એવું માનીએ છીએ કે સમવાયને ભૂતલમાં રહેવાનો જે સ્વરૂપ સંબંધ છે તેને ભૂતલમાં રહેવાનો સંબંધ એ કોઈ ભિન્ન ચીજ નથી કે જેથી એને ભૂતલમાં રહેવાનો વળી પાછો કોઈ નવો સંબંધ શોધવો પડે.
ન
આ સ્વરૂપ સંબંધાત્મક સંબંધી પોતે જ ભૂતલમાં રહેવાના સંબંધનું પણ કામ કરે છે. (માટે તો એનું નામ ‘સ્વરૂપ સંબંધ’ એવું આપ્યું છે.) માટે સ્વરૂપ સંબંધને ભૂતલમાં રહેવા માટે કોઈ નવા સંબંધની જરૂર ન હોવાથી નવા નવા સંબંધો માનવાની અનવસ્થા ચાલતી નથી.