________________
ન્યાયભૂમિકા
(૨) સમવાયસંબંધ - મયુતસિદ્ધયો: સમવાય:
યુત–પૃથક. જે વસ્તુ પૃથક અસ્તિત્વ ન ધરાવી શકે તેવી વસ્તુનો સમવાય સંબંધ હોય છે. દા.ત. ઘટત્વ એ ઘડાથી જુદું પડી શકતું નથી, જ્ઞાન વગેરે ગુણો આત્મા વગેરે ગુણીથી જુદા પડી શકતા નથી. ઇત્યાદિ.. વસ્ત્રમાં રહેલી સફેદાશ, વસ્ત્રની સાથે જ જોવા મળે, જુદી નહિ; ફળમાં રહેલી પતનક્રિયા ફળની સાથે જ હોય, ફળ વિના નહિ ઈત્યાદિ..
નૈયાયિકોએ ૫ વસ્તુઓને રહેવાનો સંબંધ સમવાય માન્યો છે. અવયવીને અવયવોમાં રહેવાનો... દા.ત. પટ તંતુઓમાં... ગુણને ગુણવાનમાં રહેવાનો... દા.ત. જ્ઞાન આત્મામાં... ક્રિયાને ક્રિયાવાત્માં રહેવાનો... દા.ત. પતનક્રિયા ફળમાં.. જાતિને જાતિમામાં રહેવાનો... દા.ત. ઘટવ ઘટમાં... વિશેષને વિશેષવામાં રહેવાનો... દા.ત. વિશેષ પરમાણુમાં...
સામાન્યથી, તે તે સંબંધથી જે રહેનાર હોય અને જે રાખનાર હોય તે બન્ને તે સંબંધના સંબંધી કહેવાય છે. એમાંથી રહેનાર એ સંબંધનો પ્રતિયોગી બને છે અને રાખનાર એ સંબંધનો અનુયોગી બને છે.
સમવાયથી ઉપરોક્ત પાંચ વસ્તુઓ રહે છે. માટે અવયવી (દ્રવ્ય), ગુણ, ક્રિયા (કર્મ), જાતિ (સામાન્ય) અને વિશેષ આ પાંચ સમવાયના પ્રતિયોગી છે અને અવયવ (દ્રવ્ય), ગુણવાન્ (દ્રવ્ય), ક્રિયાવાન્ (દ્રવ્ય), જાતિમાન્ (દ્રવ્ય, ગુણ કે ક્રિયા) અને વિશેષવાનું સમવાયના અનુયોગી બને છે. એટલે કે માત્ર દ્રવ્ય, ગુણ અને કર્મ આ ત્રણ પદાર્થો જ સમવાયના અનુયોગી બને છે.
આમ, સમવાયઅને અભાવએબે પદાર્થોતો સમવાયસંબંધના પ્રતિયોગીકે અનુયોગીબેમાંથી એકે બનતા નથી. (કારણ કે આ બે પદાર્થો પોતે સમવાય સંબંધથી ક્યાંય રહેતા નથી અને પોતાનામાં સમવાય સંબંધથી કોઈને રાખતા નથી.)
નૈયાયિકની બીજી એક માન્યતા આ છે કે, અવયવીઅવયવોમાં રહે છે, અવયવો અવયવીમાંનહિ. એટલેકે પટમાં તંતુઓ નહિ, પણ તંતુઓમાં પટ રહે છે. લોકવ્યવહારથી વિરુદ્ધ આવી માન્યતા ધરાવવાનું કારણ એ એવું આપે છે કે,
પટ જ્યારે ઉત્પન્ન થયો હોતો નથી ત્યારે પણ તંતુઓ તો હતા જ, માટે તંતુઓ પટમાં રહ્યા છે એવું શી રીતે કહેવાય? જ્યારે પટ તો સીધો તંતુઓમાં જ ઉત્પન્ન થાય છે. માટે તંતુઓમાં પટ રહ્યો છે. એટલે કે અવયવોમાં અવયવી રહે છે એવું માનવું યોગ્ય છે. જે કોઈ અવયવી દ્રવ્ય હોય તે બધું ઉત્પન્ન થાય છે, કાર્યરૂપ હોય છે, એ ખ્યાલમાં રાખવું. સમવાય સંબંધથી જે રહે છે તેને સમવેત કહેવાય છે, અને જ્યાં રહે છે તેને સમવાયી કહેવાય છે. (૩) તાદાભ્ય સંબંધ : સ્વ નો સ્વની સાથે અભેદ- તાદાભ્ય એ તાદાભ્ય સંબંધ છે.
દા.ત. ઘટનો ઘટમાં.... (૪) સ્વરૂપ સંબંધ : જ્યાં ઉપરના ત્રણ ન હોય ત્યાં આ સંબંધ હોય છે.
દા.ત. વિષયમાં વિષયતાનો... વગેરે. એમ ઘટાભાવ વગેરે અભાવો ભૂતલ વગેરેમાં સ્વરૂપ
સંબંધથી રહે છે. સંબંધના બે સંબંધીઓ હોય છે એ આગળ કહી ગયા. સંયોગ વગેરે સંબંધો આ બન્ને સંબંધીઓ કરતાં જુદા હોય છે. પણ જ્યારે બે સંબંધીઓમાંથી એક સંબંધીનું સ્વરૂપ જ (સંબંધી પોતે જ) સંબંધનું પણ કામ કરતું હોય ત્યારે એ આ સ્વરૂપ સંબંધ કહેવાય છે. આમાં અનેક પ્રકારના સંબંધો આવે છે... જેમ કે કાર્ય-કારણભાવ, વાચ્ય-વાચકભાવ, આધારઆધેયભાવ વગેરે... ઘટ અને દંડ વચ્ચે કાર્ય-કારણભાવ રૂપ સ્વરૂપસંબંધ છે..
સમવાય સંબંધ પોતે પણ સ્વરૂપ સંબંધથી ચડે છે. આનો વિચાર કરતાં પહેલાં એક બીજી વાત વિચારી લઈએ.
એકલો પુરુષ હોય તો ‘તી પુરુષ?’ એવી બુદ્ધિ નથી થતી. એકલો દાંડો હોય તો પણ એવી બુદ્ધિ થતી નથી. એમ દાંડાને પુરુષે હાથમાં પકડ્યો ન હોય, પણ એ બાજુમાં પડ્યો હોય તો દંડ અને પુરુષ એ બન્ને હોવા છતાં ‘avgી પુરુષઃ”