________________
સંબંધ નિરૂપણ
એટલે કે રામપ્રતિયોગિક પિતૃત્વ. પટ” એવું જ્ઞાન થયું. ઘટ, એમાં વિષય છે. તેથી ઘટે વિષયતા એટલે કે ઘનિષ્ઠ વિષયતા જ્ઞાનં વજી શમ્ ? ઘનિષ્કવષયતાનિરૂપમ્...I
(જે પદાર્થો પરસ્પર સાપેક્ષ હોય છે તેઓ એક બીજાથી નિરૂપક-નિરૂપિત હોય છે. પણ સામાન્યથી ધર્મીને નિરૂપક ને ધર્મને નિરૂપિત કહેવાય છે. બન્ને ધર્મો હોય તો બન્નેને નિરૂપક કે નિરૂપિત કહી શકાય છે.) અહીં, જ્ઞાન અને વિષયતા પરસ્પરતાપેક્ષ છે. જ્ઞાન થયું તો ઘડો વિષય બન્યો અને તેમાં વિષયતા આવી ... ઘડો વિષય બન્યો (એટલે કે એનામાં વિષયતા આવી) તો જ્ઞાન થયું. માટે જ્ઞાન અને વિષયતા પરસ્પર સાપેક્ષ છે.
નિરૂપકઃ ઓળખાવનાર, નિરૂપિતઃ ઓળખાયેલ. ઘટમાં રહેલી વિષયતા ઘટઃ' એવા જ્ઞાનથી નિરૂપિત છે, અને જ્ઞાન એનું નિરૂપક છે.
માટે, ઘનિષ્ઠવિષયતાનિરૂપÉ જ્ઞાન.(વળી ‘નિરૂપક' શબ્દના સ્થાને એ જ અર્થમાં માત્ર “ક પણ લખાય છે, જેમ કે, વનિવિષયતાનં જ્ઞાન) વળી, જ્ઞાન વિષયિ છે, માટે તેમાં વિષયિતા છે. તેથી, ઘટઃ ક્રીશ? જ્ઞાનનિકવિયિતાનિરૂપ એટલે કે જ્ઞાનનિષ્ઠવિષયિતાક: ઘટઃ
+ + + + + + + + ન્યાય-વૈશેષિક દર્શનને માન્ય પદાર્થો સાત છે - દ્રવ્ય, ગુણ, કર્મ (ક્રિયા), સામાન્ય (જાતિ), વિશેષ, સમવાય અને અભાવ.
સંબંધ - દ્રવ્યમાં ગુણ-કર્મ વગેરે રહે છે, ગુણ વગેરેમાં ગુણત્વાદિ જાતિ વગેરે ધર્મો રહે છે. પણ એક પદાર્થને બીજા પદાર્થમાં રહેવું હોય તો કોઈને કોઈ સંબંધ જોઈએ જ. સંબંધ વિના કોઈ ક્યાંય રહી શકતું નથી. આવા સંબંધ ૪ પ્રકારના છે -
(૧) સંયોગસંબંધ - દ્રવ્યદ્રવ્યો સંયોગઃ
અવયવ-અવયવીભાવશૂન્ય બે દ્રવ્યોનો સંયોગ સંબંધ હોય છે. દા.ત. ઘડામાં જળનો, ભોંય પર ઘડાનો... જેનો સંયોગ હોય તે પદાર્થ સંયોગનો નિરૂપક કહેવાય છે. વળી, તે સંયોગનો સંબંધ હોવાથી પ્રતિયોગી' પણ કહેવાય છે. આ પ્રતિયોગીનો જેમાં સંયોગ હોય તે સંયોગનો આધાર અનુયોગી કહેવાય છે. (2*
દા.ત. ઘડાનો ભોંય પર સંયોગ છે. તેથી ઘડો સંયોગનો પ્રતિયોગી છે (નિરૂપક છે) અને ભૂતલ એ સંયોગનો આધાર છે, માટે એ અનુયોગી છે. તેથી પટપ્રતિયોગિક મૂતતાનુયોજિવ: સંયો: I માટે, નિકપ્રતિયોગિતાનિરૂપિતમૂતનિષ્ઠાનુયોગિતા સંયો: |
‘પૂતને ઘટ:'માં ભૂતલ આધાર હોવાથી સંયોગનો અનુયોગી જ છે. ઘડો આધેય હોવાથી સંયોગનો પ્રતિયોગી જ છે. માટે ભૂતલે ઘટઃ બોલાય, પણ ધટે મૂતલમ્ નહીં...આમાં કારણ એ છે કે -
સંયોગ બે જાતના છે - (અ) વૃત્તિનિયામક - જેમાં આધાર-આધેય ભાવ હોય-અર્થાત્ એક રહેનાર - એક રાખનાર હોય તેવી બે ચીજોનો સંયોગ... દા.ત. મૂત? પટ:, ઘટે નતમ્ ઇત્યાદિ.
(બ) વૃત્તિઅનિયામક-જે બે વસ્તુમાં આધાર-આધેય ભાવનહોયતેવીબેવસ્તુઓનો સંયોગ. દા.ત. બેઆંગળીઓનો સંયોગ, બાજુ બાજુમાં રહેલા બે ઘડાઓનો સંયોગ...
આ સંયોગ વૃત્તિઅનિયામક હોવાથી, સંયોગ હોવા છતાં સામાન્યથી ત્યાં પુત્રી કે પટે ઇટ: એવી બુદ્ધિ થતી નથી.