________________
ન્યાયભૂમિકા
આની સામે જૈનમત કહે છે કે- જો એક છેડે જઈને આ રીતે સ્વરૂપ સંબંધ એ સંબંધી હોવા છતાં સંબંધનું પણ કામ કરે છે એવું માનો છો, તો પ્રારંભમાં જપૂતને પટ?' એવી બુદ્ધિ વખતે “ઘટ’ રૂપ સંબંધી જ સંબંધનું કામ કરે છે એવું જ માની લ્યો ને જેથી પછી સ્વતંત્ર પદાર્થરૂપ સંયોગ-સમવાય માનવાની જરૂર તો ન પડે.
નૈયા. - ઘડો પોતે જ જો સંબંધનું કામ કરે છે, તો શીકે રહેલા ઘડાને નજરમાં રાખીને પણ ભૂતલે ઘટઃ બુદ્ધિ કેમ થતી નથી? કેમ કે ત્યારે પણ આધેય ઘડો, આધાર ભૂતલ અને સંબંધ તરીકે ઘડો એ ત્રણેય હાજર જ છે!
જૈન - સંબંધી સંબંધનું કામ ત્યારે જ કરે છે જો તેનામાં તત્સવદ્ધત્વ' નામનો પર્યાય પેદા થયો હોય. ભૂતલ “ઘટા સંયુક્ત ન હોવાથી તેમાં ઘટ સંયુક્તત્વ નામનો પર્યાય પેદા થયો નથી, જ્યારે શીકું ઘટ સંયુક્ત છે, તેથી તેમાં ઘટ સંયુક્તત્વ નામનો પર્યાય પેદા થયો છે. પર્યાયને લીધે સંબંધી સંબંધનું કાર્ય કરી શકે છે.
પ્રશ્ન :- જૈનમત સંયુક્તત્વ પર્યાયને માને છે, જ્યારે નૈયાસંયોગગુણ માને છે, તો એ બેમાં ફેર શું છે?
ઉત્તર :- પર્યાયો ઘટ, શીકું વગેરે દ્રવ્યોમાં સંલગ્ન જ હોય છે. પર્યાય (અવસ્થા) વિનાનું દ્રવ્ય હોતું નથી. વળી એ પર્યાયે પર્યાયે જો જુદા જુદા ગુણ માનવાના હોય તો એ દરેકને રહેવાના જુદા જુદા સંબંધો માનવા પડે જે ઘણું મોટું ગૌરવ છે, ભ્રાન્તકલ્પનાઓ ઊભી થાય છે.
પ્રશ્ન :- તો શું પર્યાય માનવામાં, એનો સંબંધ, પાછો એનો સંબંધ... વગેરે કલ્પનાઓનું ગૌરવ નહિ થાય ?
ઉત્તર:- નહિ થાય, કારણ કે પર્યાય દ્રવ્યથી સર્વથા ભિન્ન નથી કે જેથી એને રહેવા માટે નવો સંબંધ માનવો પડે, કિન્તુ દ્રવ્યથી ભિન્નભિન્ન છે, તેથી નવા સ્વતંત્ર સંબંધની જરૂર નથી.
પ્રશ્ન:- પર્યાયને ભિન્નભિન્ન શા માટે માનો છો?
ઉત્તર:- એકાન્ત ભિન્ન માનવામાં કે એકાન્ત અભિન્ન માનવામાં ઘણા દોષો રહ્યા છે, માટે કથંચિત્ (કોઈક અપેક્ષાએ) ભિન્ન અને કથંચિત્ અભિન્ન માનીએ છીએ. જેમ કે આંગળી સીધી હોય તો સરળતા એ પર્યાય છે. એ (સરળતા), અંગુલી દ્રવ્યથી ભિન્નભિન્ન છે.
પર્યાયને દ્રવ્ય કરતાં કથંચિત્ ભિન્ન માનવાનાં કારણો -(એકાન્ત અભિન્ન માનવાના દોષો -) (૧) દ્રવ્ય અને પર્યાય બન્નેના નામ જુદા જુદા છે. (તે ઘટી શકે નહિ.) (૨) દ્રવ્ય અને પર્યાય બન્નેના કામ જુદા જુદા છે. (તે ઘટી શકે નહિ.) (૩) “અંગુલી સરળ' કહેવાય છે, પણ “અંગુલી સરળતા' નહિ, માટે વ્યવહારભેદ છે. (૪) એક દ્રવ્યમાં પણ અનેક પર્યાયો રહ્યા હોય છે. માટે સંખ્યાભેદ છે. કથંચિત્ અભિન્ન માનવાના કારણો (એકાન્તભિન્ન માનવાના દોષો) (૧) પર્યાય દ્રવ્યથી ક્યાંય પૃથકમળતું નથી. મધુરતા સાકરને છોડીને ક્યાંય જોવા મળતી નથી. (૨) દ્રવ્યનાશ થયે છતે પર્યાય તે જ ક્ષણે નષ્ટ થાય છે.
(૩) દ્રવ્ય અને પર્યાયના ભિન્ન સંબંધની કલ્પના અંતે જઈને બાધિત બને છે. પ્રશ્ન:- આ રીતે પર્યાયોને દ્રવ્યથી ભિન્ન માનવામાં અને અભિન્ન માનવામાં બન્ને રીતે દોષ છે તો ભિન્નભિન્ન માનવામાં તો એ બન્નેના દોષોનો સરવાળો થશે.
ઉત્તર :- અમે પર્યાયોને જે ભિન્નભિન્ન કહીએ છીએ તે ભેદ વિશિષ્ટ અભેદ (ભદ+અભેદ) એવા અર્થમાં નહિ, પણ ભેદાનુવિદ્ધ અભેદ એવા અર્થમાં.
પ્રશ્ન :- આ બેમાં ફરક શું છે?
ઉત્તર:- સૂંઠ અને ગોળ જુદા જુદા ખાવા અને એની ગોળી ખાવી એ બેમાં જેવો ફરક છે તેવો ફરક પડે છે... એકલો ગોળ કફ કરે છે, એકલી સુંઠ પિત્ત કરે છે. પણ એ બેની ગોળી બનાવવામાં આવે તો સુંઠ ગોળના દોષને ખાઈ જાય છે