________________
મધ્યકાલીન ભક્તિ
સંત-ભક્ત-સાહિત્ય
પાંચમું આંતરરાષ્ટ્રીય સંમેલન યુરોપ, અમેરિકા વગેરે વિદેશની યુનિવર્સિટીઓ ગત પચીસેક વરસથી ભારતીય (દક્ષિણ એશિયાઈ) મધ્યકાલીન સંત-ભક્ત-સાહિત્યના અધ્યયન-સંશોધનમાં ઊંડો રસ લેતી થઈ છે. તેના એક પરિણામ લેખ, વિચારોનું આદાનપ્રદાન થાય, સમસ્યાઓની ચર્ચા થાય, સંશોધન-ક્ષેત્રનાં વિવિધ પાસાંનું ચિત્ર ઊપસે એવા હેતુઓથી આંતરરાષ્ટ્રીય સંમેલનોનું આયોજન થતું રહ્યું છે. લુવેન (Leuven/Lonvain : બેલ્ઝિામ ૧૯૭૯), બોન (જર્મની, ૧૯૯૨), લાડન(હોલેન્ડ, ૧૯૮૫), કેમ્બ્રીજ (ઈંગ્લેન્ડ, ૧૯૮૮), પેરિસ (ફ્રાંસ, ૧૯૯૧) અને વોશિંગ્ટન (અમેરિકા, ૧૯૯૪) - એમ છ સંમેલનો અત્યાર સુધીમાં ભરાઈ ચૂક્યાં છે, અને તેમાંથી પહેલા પાંચના અહેવાલ અને પ્રસ્તુત થયેલા નિબંધો, સંદર્ભસૂચિઓ સહિત પ્રકાશિત થઈ ચૂક્યાં છે. અહીં પેરિસના સંમેલનના અહેવાલ અને નિબંધસંગ્રહના ૧૯૯૪માં પ્રકાશિત થયેલા ગ્રંથનો પરિચય આપ્યો છે.*
' રજૂ થયેલા ૩૨ નિબંધોને સંપાદકોએ વિષયાનુસાર સાત વિભાગમાં વહેંચ્યા છે: (૧) ઐતિહાસિક સંદર્ભમાં ભક્તિ, (૨) સંપ્રદાય અને વિચારધારા, (૩) ભક્તિની ભારતીય-ઇસ્લામી અભિવ્યક્તિ, (૪) અભિવ્યક્તિપ્રકારો (વિષયવસ્તુ, પ્રતીકો, રૂપકો), (૫) સાહિત્યિક વિધાઓ, (૬) પાઠપરંપરા (હસ્તપ્રતો, સંચયો). સાતમા વિભાગમાં એસ.ડી.સરેબ્રીઆનીએ સોવિયેત સામ્યવાદી પ્રદેશોમાં મધ્યકાલીન ભારતીય
ભક્તિસાહિત્યના થયેલા અદ્યાવધિ અધ્યયનોનું ચિત્ર અને સંદર્ભસૂચિ (કુલ ૧૨૪ પુસ્તકો અને લેખો) આપ્યાં છે. પ્રત્યેક નિબંધ વિશે કહેવાનો અહીં અવકાશ ન હોઈને લેખોનો વિષયનિર્દેશ અને થોડાંક ટીકાટિપ્પણ રજૂ કર્યા છે. મરાઠી સંતસાહિત્યને લગતા લેખો:
જ્ઞાનદેવ અનુસાર નામસંકીર્તન (s. G. Tulpule), જ્ઞાનદેવની માનાતી - “જ્ઞાનદેવ-ગાથા'માં પ્રયોજાયેલાં રૂપકો (C.Kiehnle).
વારકરી-સંપ્રદાયમાં ભજન-કીર્તનરૂપે ગવાતી, નામદેવની મનાતી “તીર્થાવલિ' (s.More).
વારકરી-સંપ્રદાયમાં પંઢરપુરની યાત્રાને અંતે ભજવાતું ગોપાલ-કાલા અને Studies in South Asian Devotional Literature (Research Papers 19881991). Ed. A.W. Entwhistle, F.Mallison. Ecole Francaise d'ExtremeOrient, Paris; Manohar, New Delhi, પૃ.૬OO. કિ.રૂ.૬OO.
*
..