________________
૭૮
૨૮.
શોધ-ખોળની પગદંડી પર
संपत्त सुद्द - वीरो ससुरालइ सावलिंगि-संजुत्तो । अणि अणुग्गए रविर्हि पत्थियहं पूरए अत्थो ॥
૩૦.
(પાઠાંતર : વિત્ત ન વાહિબ્નહ્ વીરો !)
‘સાવલિંગી સાથે સુદયવીર શ્વશુરને ભવને પહોંચ્યો. દિનપ્રતિદિન તે સૂર્યોદય થતાં પહેલાં યાચકોની ઇચ્છા પૂરી કરતો.'
૨૯.
किय मित्त मण-गमंता विप्पो य वणिक्क इक्क खत्तियओ । તિéિ પર સત્ત-પરિચ્છન્દ્ અવલોવર્ જન્મ-ધળ-યોર્ ॥
‘તેણે મનગમતા વિપ્ર, વણિક અને ક્ષત્રિયને મિત્ર કર્યા. એ ત્રણેની સાથે તે પોતાના સત્ત્વની પરીક્ષા કરવા માટે કોઈ ભારે જોખમી કાર્યની તપાસમાં રહેતો હતો.’
जूवटइ वत्त णिसुणिय पंथी- पासम्मि एय अप्पुव्वी । निच्च मडय निच्च डाहो विवहारी - तणइ तुंब- पूरे ॥
‘ઘૂતશાલામાં તેણે એક પથિક પાસેથી એવી અપૂર્વ વાત સાંભળી કે તુંબપુરમાં એક વેપારીને ત્યાં નિત્ય મડાને દાહ દેવા છતાં તે મડું નિત્ય (પાછું ઘરે આવે છે.)’ निच्च निच्च नवहिं जणे जालिज्जइ चंपिंवि चिय- मज्झम्मि | ता तप्पुरिस - पहिलं पहुच्चए मंदिरे मडयं ॥
૩૧.
‘પ્રતિદિન નવાનવા માણસો તે મડાને વચ્ચેથી દબાવીને બાળે છે, તો પણ મડું તે માણસો ઘેર પાછા ફરે તે પહેલાં ઘરે પાછું પહોંચી જાય છે.’
છેવટે એ હકીકતની નોંધ લઈએ કે કેશવદાસકૃત ‘કૃષ્ણક્રીડીત’, નરપતિ વગેરે કૃત ‘નંદબત્રીસી’, અજ્ઞાતકૃત ‘હરિવિલાસ ફાગુ' વગેરે મધ્યકાલીન કૃતિઓમાં આધારભૂત મૂળ ગ્રંથોમાંથી સાક્ષીના સંસ્કૃત પદ્યો આપવાની પ્રથા જોવા મળે છે, અને ‘વસંતવિલાસ ફાગુ’ માં તો પ્રત્યેક કડી સાથે સંસ્કૃત (કે પ્રાકૃત) પઘ સંલગ્ન છે.