________________
‘સદયવત્સ-વીર-પ્રબંધ’ની પ્રાકૃત ગાથાઓ
૧. ભીમ કવિની ઈ.સ. ૧૪૧૦ પહેલાંની ‘સદયવત્સ-વીર-પ્રબંધ’ (સંપા. મંજુલાલ મજમુદાર, ૧૯૬૧) ચોપાઈ અને દુહા (તથા વચ્ચે વિવિધ અન્ય છંદો)માં રચેલી પ્રાચીન ગુજરાતી પદ્યકથા છે.
તેમાં વચ્ચે પ્રાકૃત ભાષામાં જે ૩૧ જેટલી ગાથાઓ આવે છે, તેમાં પાઠની ઘણી અશુદ્ધિ છે. (અન્યત્ર પણ પાઠની ઘણી અશુદ્ધિઓ છે.) આમાં સારી હસ્તપ્રતો મળી નથી એ પણ એક કારણ છે. સદયત્સકથા વિશે અગિયારમી શતાબ્દીથી વિવિધ ઉલ્લેખો મળે છે, અને ભીમની પહેલાં અપભ્રંશ કે પ્રાકૃત ભાષામાં પણ તેને લગતી કૃતિઓ રચાઈ હોય એમ માનવા માટે આધાર છે. ભીમે એ પુરોગામી કૃતિઓનો લાભ લીધો હોય એ સ્વાભાવિક છે. કેટલીક પ્રાકૃત ગાથાઓ તેમાંથી ઉદ્ધૃત કરી હોય એમ માની શકાય કેમ કે જે અર્થ એ ગાથામાં છે, તેનું કવચિત્ પુનરાવર્તન પાસેના ગુજરાતી પદ્યમાં થયેલું છે. પરંતુ આ ગાથાઓની વ્યાકરણ, છંદ અને શબ્દાર્થને લગતી કેટલીક શુદ્ધિ કરતાં પણ જણાય છે કે ભીમનું પ્રાકૃત વ્યાકરણ શુદ્ધ નથી (જેમ કે કર્તા-કર્મવિભક્તિના રૂપ કેટલેક સ્થાને અપ્રત્યય છે. વળી એ ગાથાઓની પ્રાકૃત ભાષામાં અપભ્રંશનું મિશ્રણ છે). બે ગાથાઓ ‘વાલગ્ન'માં પણ મળે છે. (સપ્ર. ૧૪૦=૧. ૫૪; સપ્ર. ૧૪૧ = વ. ૫૧)
અહીં એ પ્રાકૃત ગાથાઓની અશુદ્ધિ ટાળી યથાશકય પુનર્ઘટના કરવા પ્રયાસ કર્યો છે. સાથે ગુજરાતી અનુવાદ પણ આપ્યો છે. ઠેઠ પંદરમી સદીમાં એક અજૈન કવિ પ્રાકૃત ગાથાઓ રચે એ વિરલ ઘટના લેખે પણ આનું મહત્ત્વ છે.
૧.
મા-મહમા-મણે વાવન્ન-વન્ન ં (?) નો સારો
सो बिंदू ओंकारो सो ओंकारो नमोक्कारो ॥
‘માતૃકા અને મહામાતૃકાના બાવન વર્ણોનો જે સાર છે, તે બિંદુયુક્ત ઓંકાર છે. તે ઓંકારને નમસ્કાર.’
૨.
નેળ રવિયામ-નિયમ-પુરાણ-સર-અવરાળ વિત્યારો । सा बम्हाणिए वाणिए पय पणमवि सु-पय मग्गे ।
૧. ‘સદયવત્સ-વીર-પ્રબંધ’ના સંપાદનના મારા અવલોકન માટે જુઓ ‘અનુસંધાન’ (૧૯૭૨), પૃ.૨૩૨-૨૫૩ (તેમાંથી કેટલોક અંશ ‘હસ્તપ્રતોને આધારે પાઠસંપાદન’ (૧૯૮૭)માં પુનર્મુદ્રિત). એ કથાની પરંપરા અને પ્રાચીન નિર્દેશોની ચર્ચા માટે જુઓ મારો લેખસંગ્રહ Indological Studies (1993), પૃ. ૧૩૩-૨૫૬.