________________
૧૭૨
શોધ-ખોળની પગદંડી પર કરમાણંદ કમાણસા, મેં ગુણ બહોત કીઆઈ, તાતઈ લોહિ પણંગ જિમ, આવટિ ગત્ત-ગયાંઇ.
કમાણસ પર કરેલ ઉપકાર, ધગધગતાં લોઢા પર પડેલાં જળબિંદુની જેમ તેના શરીરમાં ઊકળ્યા કરે છે.”
કરમાણંદ કારણ-પખું, જગિ વલ્લો ન કોઈ, વાછો સો થણ પરિહરે, જિણિ થણિ ખીર ન હોઇ. ૭
સ્વારથ વગર જગતમાં કોઈ કોઈનું વહાલું હોતું નથી : વાછડું પણ જે આંચળમાં દૂધ ન હોય તેને મૂકી દે છે.”
કરમાણંદ આણંદ કહઈ, સગપણું ભલું કિ સંપ, રાઈ પડી દોઈ પત્થરો, વચિ જડ ઘાલઈ લંપ. ૮ સગપણ ભલું કે સંપ; બે પત્થરની વચ્ચે પડેલી રાઈ જડ ઘાલે છે. કરમાણંદ આણંદ કહઇ, અસ્ત્રી સમી ન આથિ, રસોઈ નિપાયે રતન જણે, સકઈ તો આવાં સાથિ. ૯
સ્ત્રી જેવી બીજી એકે સંપત્તિ નથી તે રસોઈ કરી જમાડે, રત્ન જણે ને બને તો અંતે સતી થઈ સાથે આવે.”
કરમાણંદ કુમાણસા, રસભરિ ગૂઝ કહાંઇ, માલી-ફૂલ જિમ ઘરિ ઘરિ, મહિમહિiઇ. ૧૦
કમાણસને કહેલી રસભરી ગુપ્ત વાત, માળીનાં ફૂલની જેમ, ઘરેઘરે મહેકતી થઈ જાય.”
અતિ ડાહ્યો અળખામણો, અતિ ઘેલે ઉચાટ, આણંદ કહે કરમાણંદા, ભલો ગડગડ ઘાટ. ૧૧ (પાઠાં. “ગડગડ ભટ્ટ').
નાગડાના દુહા નાગડાં નગર ગયેહ, લોક સવિ દીઠા લૅબતા, મન રીઝવિયાં તેહ, સયધિ(2) વિહૂણે સજણે. ૧ ટીપાં ટપટપિયાંહ, વિણ વાદલ વિછૂટિયાં, આપ્યાં આભિ થિયાંહ, નેહ તુ હીણે નાગડા. ૨ નાગડા નગર ગયેહ, તો સારીખો દેખું નહીં. મન માણસે ઘણેહ, લાયો પિણ લાગે નહીં. ૩