________________
શોધ-ખોળની પગદંડી પર
વાયસ રાહ ભુજંગ હર, ત્રિયા લિખતિ ઇહુ ખ્યાલ, લિખિ લિખિ મેટતિ ફુનિહિં ફુનિ, સુ કારણ કુંન જમાલ. ૧૯
કાગડો, રાહુ, સર્પ અને મહાદેવ, એમનું ચિત્ર અમુક ખ્યાલથી સુંદરી દોરે છે. ચિત્ર દોરી દોરીને તે ફરી ફરી ભૂંસી કાઢે છે - તો એનું કારણ શું ?’
આણંદ-કરમાણંદના દુહા
કાંઈં,
કરમાણંદ આણંદ કહઇ, એ નર નિમ જિણ વાટે જોબન ગયું, ફિરિ નિહાલે તાંઈં. ૧
‘કમરથી વાંકો વળીને ચાલતો વૃદ્ધ શું શોધે છે ? – પોતાનું યૌવન ધ્યે રસ્તે થઇને નાસી ગયું તે.’
કરમાણંદ આણંદ કહઇ, વિનઇ કરંતિ મ લજ્જિ,
સિરિ ચઢાવી આણીઇ, ઇંધણ બાલણ-કજ્જિ. ૨
૧૭૧
‘શત્રુ પ્રત્યે (અને તેનું કાટલું કાઢતા હોઈએ ત્યારે પણ) વિનય ન ચૂકવો : જે બાળી નાખવાનાં છે તે ઈંધણને માથા પર ચડાવીને લવાય છે ને !’
કરમાણંદ આણંદ કહઇ, ઝટિક ન દીજે ગાલિ, થોડે થોડે છોડીઇ, જિમ જલ છડે પાલિ. ૩
છરીનો ઝટકો ન મારવો; જેમ પાળ છોડીને જળ ધીમે ધીમે વહી જાય છે તેમ છૂપી છરી ધીમે ધીમે ચલાવવી.
કરમાણંદ આણંદ કહઇ, કેસા કાંઇ રુઅંતિ,
લદ્ધઉ વાસ પયોહરાં, બંધણ-ભઇ બીતિ. ૪
(નહાઈને ઊભેલી સુંદરીના કેશમાંથી ટપકતું પાણી જોઈને પ્રશ્ન :) ‘કેશ કેમ રડે છે ? ઉત્તર ઃ તેમને સ્તન પર વસવાનું મળ્યું, તે છોડીને હવે બંધાવું પડશે—એવા ભયથી તે રડે છે.’
કરમાણંદ કુમાણસાં, ગુણ કીધો નહુ જાઇ,
સીહ પડ્યો અજાડીŪ જસ કઢે તસ ખાઇ. ૪
‘કમાણસ પર ઉપકાર કરવા જેવું નહીં; સકંજામાં પકડાયેલો સિંહ, જે તેને બહાર કાઢે તેને જ ખાઈ જાય.’