________________
૧૪૦
શોધ-ખોળની પગદંડી પર ગરીબ' વગેરે સામાન્ય શબ્દોનું વિશિષ્ટ અર્થઘટન કરીને કથાની રસનિષ્પત્તિ કરી છે.
૧૦. બધી ચોરીએ, ઘી ચોરીએ સ્વાહા”
શુભશીલકૃત “પ્રબંધપંચશતી' (૧૮૬૫)માં એક ટુચકો (ક્રમાંક ૫૦૩, પૃ. ૨૭૮) નીચે પ્રમાણે છે (ગુજરાતી અનુવાદ) :
મારવાડમાં વિવાહવિધિમાં રૂની જરૂર પડે તે માટે ગોર મહારાજે ચોરીની જગ્યા પાસે ચાર કોથળા ભરીને રૂ રખાવ્યું હતું. એ વેળા એક ગુર્જરદેશવાશી બ્રાહ્મણ
ત્યાં આવી પહોંચ્યો. જરૂરિયાત પડે તે માટે ચાર કોથળા રૂ રાખેલું જોઈ તેણે, પાણિગ્રહણવિધિ ચાલતો હતો ત્યારે, બોલાતા મંત્રની જેમ લલકાર્યું :
આશ્ચર્ય દષ્ટ કર્યાસે સ્વાહા.” એટલે વિધિ કરાવનાર ગોરમહારાજે લલકાર્યું : મૌનું કર્તવ્ય અઅધેિ સ્વાહા.” પાણિગ્રહણવિધિ પૂરો થયા પછી બંનેએ રૂ અરધું અરધું વહેંચી લીધું. આને મળતો અત્યારે પ્રચલિત એક ટુચકો આ પ્રમાણે છે :
એક ગામડામાં મંડપમાં લગ્નવિધિ ચાલતો હતો ત્યારે ગોરમહારાજે પહેલેથી સૂચના આપ્યા પ્રમાણે ત્યાં ઉપસ્થિત પોતાના પુત્રને બાજુના રસોડામાંથી ઘી ચોરવાનો સંકેત આપ્યો. વિવાહમંત્ર બોલતો હોય તેવી ઢબે તેણે લલકાર્યું :
ઘી ચોરીએ, ઘી ચોરીએ સ્વાહા.” પુત્રે મંત્રલલકારની ઢબે પૂછ્યું :
શેમાં ચોરીએ, શેમાં ચોરીએ સ્વાહા.” પિતાએ જવાબ આપ્યો :
શકોરામાં ચોરીએ, શકોરામાં ચોરીએ સ્વાહા.' શકોરું નવું હોઈને પુત્રને શંકા પડી અને બોલ્યો : “શકો તો પી જશે, પી જશે સ્વાહા.' એટલે સહેજ ખીજાઈને પિતાએ કહ્યું : “એમાં તારા બાપનું શું જશે, શું જશે સ્વાહા.”
ગામડાગામના ગોર સંસ્કૃત મંત્રબંત્ર જાણતા નહીં, અને તેઓ ગમે તે જોડકણું લલકારીને કામ રોડવતા એ જાણીતું છે. તે સંદર્ભમાં આ ટુચકો કહેવાય છે. એનો ઢાંચો પાંચ સોથી યે વધુ વરસ જૂનો છે એ હકીક્ત શુભશીલગણિએ નોંધેલા ટુચકાથી આપણી જાણમાં આવે છે.