________________
શોધ-ખોળની પગદંડી પર
૧૩૯ ‘પરોણા તો છે જ. એક ધન, બીજું જોબન.” બાઈ, અમે તો રાજા છીએ.” રાજા તો છે જ. એક ઇંદ્ર, બીજા યમ. તમે વળી કેવા રાજા? વીરા, સાચું બોલો, કોણ છો તમે ?” “બાઈ, અમે તો ભરખમ છીએ.” ભરખમ તો છે જ. એક ધરતી, બીજી અસ્ત્રી.” બાઈ, અમે તો સાધુ છીએ.” સાધુ તો બે જ. એક શીલ, બીજો સંતોષ.” બાઈ, અમે તો ઊજળા છીએ.” ઊજળા તો છે જ. એક વાણી, બીજો સાબૂ.” બાઈ, અમે તો પરદેશી છીએ.” પરદેશી તો બે જ. એક જીવ, બીજું પાન.' બાઈ, અમે તો ગરીબ છીએ.” ગરીબ તો બે જ. એક બકરીનો બેટો બકરો, બીજી દીકરી.” બાઈ, અમે તો ધોળા છીએ.” ધોળા તો છે જ. એક બળદ, બીજો કપાસ.” બાઈ, અમે તો ભર્યા છીએ.” ભર્યા તો બે જ. એક વાદળ, બીજી અસ્ત્રી. બાઈ, અમે તો ચતુર છીએ.” ચતુર તો છે જ. એક અન્ન, બીજું જળ.” બાઈ, અમે તો નિઃસંગ છીએ.” "નિઃસંગ તો બે જ. એક ઇંદ્ર, બીજી કન્યા.” બાઈ, અમે તો હાર્યા છીએ.” હાર્યા તો બે જ. એક દેણદાર, બીજો દીકરીનો બાપ.” બાઈ, અમે કોણ છીએ તે અમે જાણતા નથી. તું જાણતી હો તો તું જ કહે.” એટલે ડોશીએ કહ્યું, ‘એ રાજા ભોજ છે, અને એ માદ્ય પંડિત. અને પેલો છે તમારે જવાનો રસ્તો. જાઓ.” જોઈ શકાશે કે આ કથામાં પણ “વટાવડો’, ‘પરોણો,” “રાજા,” “પરદેશી,