________________
૧ ૨૬
શોધ-ખોળની પગદંડી પર અન્ય રૂપાંતરો
દઇદાસની ‘સિંહાસનબત્રીશી' (રચનાવર્ષ ૧૫૭૭)ની અગિયારમી વાર્તા“ચાર કળશની વાર્તામાં ઉત્તરાર્ધ એવો છે કે વિક્રમ અને વેતાળ પૈઠણ જાય છે અને શાલિવાહનની ચર્ચા જુએ છે. રાત્રે બાળક શાલિવાહન એક ગુફામાં જઈ તેલની કઢામાં પડે છે. ત્યાં ચોસઠ જોગણીઓ આવી તેને વહેંચી, તેના દેહનું ભક્ષણ કરે છે. એક ભાગ વધે છે તેને અમૃત છાંટી બાળકને જીવતો કરે છે. બાળકના ગયા પછી વિક્રમ તેલકઢામાં ઝંપલાવે છે ત્યારે જોગણીઓ તે જ પ્રમાણે તેને ફરી જીવાડે છે. વિક્રમ ફરી ઝંપલાવવા જાય છે ત્યારે જોગણીઓ તેને અટકાવી વરદાન આપે છે. વિક્રમ, શાલિવાહનનું રોજનું કષ્ટ દૂર થાય એવું માગે છે, એટલું જ નહી પણ દેવીઓની કૃપાથી તેને દક્ષિણનો શકવર્તી રાજા બનાવે છે. (રણજિત પટેલ સંપાદિત મલયચંદ્રકૃત સિંહાસનબત્રીસી' (૧૯૭૦), ભૂમિકા, પૃ. ૧૯૦).
૧૪૬૩માં જૂની ગુજરાતીમાં રચાયેલી મલયચંદ્રની “સિંહાસનબત્રીશી'માં (તેમજ બીજી પણ તેવી જૂની ગુજરાતી રચનાઓમાં) અને તેના આધારભૂત ક્ષેમકરની (૧૩૯૬ લગભગની) સંસ્કૃત સિંહાસનકાત્રિશિકા'માં (તેમ જ તે પછીની દેવમૂર્તિ અને રામચંદ્રની સંસ્કૃત કૃતિઓમાં) સત્તરમી વાર્તા ચંદ્રશેખર રાજાની વાર્તા, એ ઉપર્યુક્ત વાર્તા જ છે." “સિંહાસનબ્રાત્રિશિકા' ની સૌથી જૂની દક્ષિણી પરંપરા પ્રમાણે એ વાર્તા નીચે પ્રમાણે છે : સંસ્કૃત રૂપાંતર
| વિક્રમના વેરી એક રાજાની સભામાં બંદીએ વિક્રમની પ્રશંસા કરી. વિક્રમના જેવા દાનવીર થવા માટે દ્રવ્યપ્રાપ્તિ કરવા એક યોગીની સલાહથી એ રાજાએ યોગિનીચક્રને પ્રસન્ન કરવા, હોમ કરીને અગ્નિકુંડમાં પોતાનું શરીર હોમ્યું. પ્રસન્ન થયેલ યોગિનીઓએ તેને નવું શરીર આપી વરદાન માગવા કહ્યું. રાજાએ સોનામહોરના સાત ચરુ માગ્યા. ત્રણ માસ સુધી એ રીતે તે પોતાના શરીરનો હોમ કરે તો તેનું માગ્યું આપવા યોગિનીઓએ વચન આપ્યું. રાજા દરરોજ તે પ્રમાણે કરવા લાગ્યો. વિક્રમના સાંભળવામાં આ વાત આવી. એણે ત્યાં જઈને અગ્નિકુંડમાં પોતાની આહુતિ આપી. યોગિનીઓને તેનું માંસ ઘણું સ્વાદિષ્ટ લાગ્યું. વિક્રમે તેમની પાસે પેલા રાજાને નિત્ય મરણના કષ્ટમાંથી મુક્ત કરીને તેને સાત સોનામહોરના ચરુ આપવાનું વરદાન માગ્યું. વિક્રમની પરોપકારવૃત્તિથી પ્રસન્ન થઈને યોગિનીઓએ એ વરદાન આપ્યું.
૧. આ માટે જુઓ : ૨. મો. પટેલના સિંહાસનબત્રીશી” પુસ્તકની ભૂમિકા અને પૃ. ૨૬૭-૨૬૮ ઉપરનો કોઠો.