________________
શોધ-ખોળની પગદંડી પર
૧૨૭ ક્ષેમંકરના અને પછીના બીજા કેટલાંક રૂપાંતરોમાં એ રાજાનું નામ ચંદ્રશેખર
ક્ષેમકરની સંસ્કૃત “સિંહાસનદ્ધાત્રિશિકા'ના મૂળ આધાર તરીકે જે મહારાષ્ટ્રી પ્રાકૃત રચના હોવાની અટકળ છે, તે ઈ.સ. ૧૩મી શતાબ્દી પછીની હોવાનો સંભવ છે. તે સમય પહેલાંની કોઈ વિક્રમવિષયક બત્રીસ પૂતળીની વાર્તાઓ વિશે આપણી પાસે માહિતી નથી. પ્રાકૃત રૂપાંતર ઃ દેવદત્તનું આખ્યાન
પ્રાકૃત ભાષામાં રચાયેલા પ્રકરણગ્રંથ “મૂલશુદ્ધિ ઉપરની દેવેંદ્રસૂરિની વૃત્તિ (રચ્યા વર્ષ ૧૦૯૦)માં દાન આપવાના ઐહિક અને પારલૌકિક ફળને લગતી જે દૃષ્ટાંતકથાઓ છે, તેમાં ઐહિક ફળને લગતું દેવદિત્રનું આખ્યાન પ્રાકૃત ભાષામાં આપેલું છે. તેમાં દેવદિત્ર એટલે કે દેવદત્ત નૌકાભંગના સંકટ પછી દેવતાપ્રભાવે બચીને એક વનમાં મનોરથ યક્ષના દેવાલયે પહોંચે છે. તે યક્ષ અને નિકટના રત્નપુરમાં મોકલે છે.
રત્નપુરના સૌ નગરજનો કશો જ કામધંધો કર્યા વિના બધો સમય આનંદવિનોદમાં ગાળતા હતા. એનું કારણ એવું હતું કે ત્યાંનો રાજા શક્ર જે કોઈ તેની પાસે જેટલું માગે તેથી ચાર ગણું તેને દાનમાં આપતો. નગરજનોએ દેવદત્તને કહ્યું કે
એ તો પાસેના વનમાં રહેતા મનોરથ યક્ષની રાજા ઉપરની કૃપાનું ફળ છે'. દેવદત્તે રાજા કઈ રીતે યક્ષની સાધના કરે છે તેની તપાસ કરવા વિચાર્યું. તે યક્ષના દેવાલયમાં ગયો અને એક ઝાડની ઓથે સંતાઈ રહ્યો. રાતનો પહેલો પહોર વીત્યો એટલે રાજા ત્યાં એકલો આવ્યો. યક્ષની પૂજા કરીને તેણે પોતાની જાતને અગ્નિકુંડમાં હોમી દીધી. એટલે યક્ષે તેને કુંડમાંથી બહાર કાઢી જળ છાંટીને સજીવન કર્યો અને વરદાન માગવા કહ્યું. શક્ર રાજાએ માંગ્યું કે જે કોઈ મારી પાસે જેટલું માગે તેથી ચાર ગણું હું તેને તારા પ્રભાવે આપું. યક્ષે “તથાસ્તુ કહ્યું એટલે રાજા પાછો ગયો. આ બધું દેવદતે જોયું.
બીજે દિવસે દેવદત્ત પણ એ જ રીતે યક્ષની પૂજા કરીને પોતાની જાતને અગ્નિકુંડમાં હોમી. યક્ષે તેને પણ જીવતો કરી વરદાન માગવા કહ્યું. દેવદત્તે વરદાન યક્ષની પાસે જ રહેવા દઈને એ જ પ્રમાણે બીજી વાર અને ત્રીજી વાર અગ્નિમાં ઝંપલાવ્યું અને યક્ષે તેને એ માટે પણ એક એક વરદાન આપ્યાં. ચોથી વાર તે અગ્નિમાં ઝંપલાવવા ગયો ત્યાં યક્ષે તેને બાવડેથી પકડીને કહ્યું કે “મારી ત્રણ જ વરદાન આપવાની શક્તિ છે, વધારે નહીં, તો તેને ગમે તે માગી લે.” દેવદત્તે કહ્યું, “પહેલા વરદાનમાં મને એવું આપો કે જે સિદ્ધિ તમે શક્ર રાજાને આપી તે મને આજીવન આપો. બીજા