________________
શોધ-ખોળની પગદંડી પર
કવિ રાયચંદકૃત
છંદ અલખ અપાર અયોની-સંભવ, તસુ માઇ ન પિતા ન પૂત ન બંધવ ! સહુ-કો માયા-રૂપ વખાણાં, તાસ પુરિખ-કા અંત ન જાણઈ / ૧ જાણઈ કોઈ પાર તાસુ, કોઈ ત્રિભુવન, સુર નર નાગ અનેકપણે ગણવઈ ગણ જન્મ, પવર પેગંબર, મુણિવર સુધી સુજાણ થશે ! નિરાકાર અકારિ કિ, જલ-થલિ મહયલિ, પાર ન લબ્બઈ ધ્યાન ધરે સો જયઉ ખુદાઇ, જિણ રચી રહમતિ, એકંકાર અનેક પરે મેર સો દેવ કિ દાણવ, સિદ્ધ કિ તરુવર, નદી કિ સરવર પંખ-ગુણે સો સૂર કિ સસિહર, બ્રહ્મ કિ હરિહર, આગમ-વેદ-પુરાણ-પણે ! સો મસીત કિ મંડખિ(? પિ), ભિસ્ત કિ દોજગિ પાર ન લબ્બઈ૦ / ૩ સો બાલક વૃદ્ધ કિ, તરુણ પુરંદર, ચપલ કિ ગાઢા ધ્યાન ગુણે સો સેત કિ પીત કિ, કૃષ્ણ કિ રાતા, કહઈ ન કોઈ સુજાણપણે સો પાણી પાખાણ કિ, લોહ કિ સોનું, પાર ન લમ્ભઇ૦ ૪ સો વહઈ કિ વરસઈ, ફલઇ કિ ફૂલઇ, નવઈ કિ કંપઇ કંધ પુલે (?) સો વધઈ કિ ખીજઇ, ભડઈ કિ ભંજઇ, આત કિ આગમ રૂપ બલ / સો આદ કિ ઉત્પત્તિ, થંભ કિ શક્તિ, મરઇ કિ જીવઈ કહી ન રે સો જયઉ ખુદાઇ, જિણ રચી રહમતિ, એકંકાર અનેક પરે ૫ જિણ ચીરાસી લખ જીવ સિરિજી સહુ માયા, ધર પાણી ગુણ પવણ થંભ-વિણ ગયણ રચાયા, સૃષ્ટા અનાથ સુજાણ રહ્યા (?), જલ-થલ-મહિયલિ ભરિઇ, કવિ ઇકંકાર, પાર કો ન લહઈ કવણ પરે નિરકારિ અકાર, કિ નવલ પરિ, રાયચંદ સચ્ચઉ ચવાઈ સકલત્ર પુત્ર-પરિવાર-નું, તન્હ ખુદાઈ રખ્યા કરઈ || ૬
નરસિંહ મહેતાનું એક પદ
(૧) મધ્યકાલીન સંત-ભક્ત-સાહિત્યની રચનાઓનો (તેમ જ લોકસાહિત્યની રચનાઓનો) પાઠ અત્યંત પ્રવાહી હોવાનું સુવિદિત છે. કર્તુત્વની સમસ્યાને અલગ રાખી માત્ર પાઠપરંપરાની વાત કરીએ. તદન ટૂંકમાં પાઠપ્રવાહિતાનાં કારણો અને