________________
दीधिति: १३
ધૂમત્વાવચ્છિશ ધૂમનું અનધિકરણ એવું હેત્વધિકરણ એ અયોગોલક બનવું જોઈએ . અનધિકરણ=અધિકરણભિન્ન અને અધિકરણ= અધિકરણતાવાન અર્થ થાય. અહીં, ધૂમત્વાવચ્છિન્ન ધૂમાધિકરણતા જ પ્રસિદ્ધ નથી. એટલે ધૂમત્વાવચ્છિન્નધૂમનું અધિકરણ પણ અપ્રસિદ્ધ બનતા, અધિકરણભિન્ન એવો હેત્વધિકરણ... ઇત્યાદિ પણ ન ઘટે. માટે ધૂમાભાવ લક્ષણઘટક ન લેવાય. એટલે બીજો અભાવ લેવાશે. અને તેના દ્વારા તો લક્ષણ સમન્વય થઈ જવાથી અતિવ્યાપ્તિ આવવાની જ.
ઉત્તર : યાદશપ્રતિયોગિતાવચ્છેદક એવા ધર્મમાં તાદશપ્રતિયોગિતાશ્રયાધિકરણીભૂત યવ્યક્તિ નિષ્ઠાધિકરણતાનિરૂપકતાનવચ્છેદકતા + અધિકરણતાનિરૂપકતાવચ્છેદકતા એ બેનો અભાવ મળે. તત્ તત્ વ્યક્તિના ભેદોના કૂટવાળો એ જ “યાદેશપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નઅનધિકરણ“ તરીકે વિવક્ષિત છે.
અહીં ધૂમાભાવની ધૂમત્વાવચ્છિન્નપ્રતિયોગિતાનો અવચ્છેદક ધૂમત્વ ધર્મ છે. અને ધૂમત્વાવચ્છિન્નપ્રતિયોગિતાના આશ્રય એવા ધૂમનું અધિકરણીભૂત જે પર્વતાદિ છે. તેમાં રહેલી જે ધૂમાધિકરણતા છે. તેની નિરૂપકતા ધૂમમાં છે. તે નિરૂપકતાનો અવચ્છેદક એ ધૂમત્વ બનતો જ નથી. કેમકે ધૂમત્વાવચ્છિન્નની અધિકરણતા જ માની નથી. એટલે ધૂમત્વમાં તાદેશનિરૂપકતાનવચ્છેદકતા છે. પરંતુ અધિકરણતાનિરૂપકતાવચ્છેદકતા તો નથી જ, કેમકે ધૂમત્વને અધિકરણતાનિરૂપકતાનો અવચ્છેદક માન્યો નથી. પર્વતીયધૂમત્વ વગેરેને જ તેવા પ્રકારના માનેલ છે. એટલે હવે અહીં યત્પદથી પર્વત-ચત્વર-મહાનસાદિ લેવાયા છે. પણ અયોગોલક લેવાયો નથી, કેમકે ધૂમત્વાવચ્છિન્નપ્રતિયોગિતાશ્રયાધિકરણ તરીકે અયોગોલક નથી બનતો. એટલે અયોગોલક એ તત્તવ્યક્તિભેદકૂટવાના બન્યો. અને એટલે તે જ “યાદેશ-પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નધૂમાનધિકરણ’’ તરીકે મળી જાય. અને તેથી ધૂમાભાવ જ લક્ષણઘટક તરીકે લેવાઈ જતા અતિવ્યાપ્તિ ન આવે.
जगदीशी नन्वत्र प्रतियोगित्वादिकं नातिरिक्तः पदार्थः, 'प्रतियोगित्वादिकन्तु स्वरूपसम्बन्धविशेष' इत्याद्युत्तरग्रन्थविरोधात्,
- किन्तु स्वस्पसम्बन्धविशेषः,
स च यदि प्रतियोगिस्वरुपः, तदा 'वह्निमान् धूमा' दित्यादौ सर्वत्राऽसम्भवः, -
घटादिस्वरूपस्यैव घटाद्यभावप्रतियोगित्वस्य घटत्वावच्छिन्नत्ववत् द्रव्यत्व- समवेतत्वज्ञेयत्वावच्छिन्नतया ताद्दशावच्छेदकीभूतज्ञेयत्वावच्छिन्नस्य हेतुमति सत्त्वात् प्रतियोगिव्यधिकरणाभावाप्रसिद्धेः ।
—
न च प्रतियोगितावच्छेदकस्पमेव प्रतियोगित्वमित्यदोषः, -
समवायेन वह्नेः साध्यत्वे धूमादावतिव्याप्तिप्रसङ्गात्, समवायाऽवच्छिन्न-वन्यभावस्य वह्नित्वस्वरुपं यत् प्रतियोगित्वं समवायवत् संयोगस्यापि तदवच्छेदकसम्बन्धतयास्वावच्छेदकीभूत-ताद्दशसम्बन्धेन साधनवतः प्रतियोग्यनधिकरणत्वाभावात् ।
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૭ ૨૮