________________
दीधिति: १३
चन्द्रशेखरीया : ननु " प्रतियोगिता" इति कः अर्थः ? यदि हि अतिरिक्तः पदार्थोऽभिमन्येत, तदा तु प्रतियोगित्वादिकं तु स्वरुपसम्बन्धविशेषः एव" इति अग्रिमग्रन्थेन सह विरोधो भवेत्, तत्र प्रतियोगितायाः स्वरुपसम्बन्धात्मकत्वस्यैव प्रतिपादितत्वात् । अतः न सा प्रतियोगिता भिन्नपदार्थत्वेन स्वीकर्तुं शक्या । किन्तु स्वरुपसम्बन्धविशेषरुपा एव स्वीकरणीया । सा च स्वरुपसम्बन्धविशेषरुपा प्रतियोगिता यदि घटादिप्रतियोगिस्वरुपा तदा तु वह्निमान् धूमादित्यादौ सर्वत्रैवासंभवः भवेत् । यतः तत्र लक्षणघटकत्वेन यदि घटाभावः गृह्येत, तदा तत्प्रतियोगिता घटनिष्ठा घटात्मकप्रतियोगिस्वरुपैव । घटश्च प्रतियोगितास्वरुपो घटत्वादिनेव प्रमेयत्वद्रव्यत्वादिनाप्यवच्छिन्नः । इत्थं च घटाभावप्रतियोगितावच्छेदकं यथा घटत्वं तथा द्रव्यत्वादिकमपि, तदवच्छ्न्निस्य द्रव्यत्वस्य वृक्षादिरुपस्याधिकरणमेव हेत्वधिकरणं पर्वतः, न तु अनधिकरणम् इति एवंरीत्या न कोऽप्यभावो लक्षणघटको भवितुमर्हति । तथा च लक्षणस्यैवाघटनात् असंभवः भवेत् । न च प्रतियोगितावच्छेदकघटत्वादिरुपैव प्रतियोगिता, तस्याश्चावच्छेदकं घटत्वमेव, न तु प्रमेयत्वादिकं । तथा च प्रतियोगितास्वरुपस्य घटत्वस्यावच्छेदकं यतः घटत्वं, तेन घटत्वेनावच्छिन्नानां घटानामनधिकरणं पर्वत: इति घटाभावस्य लक्षणघटकत्वसंभवात् नासंभवः इति वाच्यम् तथा सति समवायेन वह्निमान् धूमादित्यत्रातिव्याप्तिप्रसङ्गो भवेत् । तथा हि भवद्भिः प्रतियोगिता प्रतियोगितावच्छेदकधर्मरुपा स्वीकृता । अत्र च साध्याभावः एव लक्षणघटकत्वेन भवतामभिप्रेतः असहेतुत्वात् । किन्तु न स मीलति । यतः समवायेन वह्न्न्यभावस्य प्रतियोगिता वह्निनिष्ठा वह्नित्वरूपैव एवं संयोगेन वहन्यभावस्य प्रतियोगिताऽपि वह्निनिष्ठा वह्नित्वरुपैव, वह्नित्वं च एकमेव । अतः समवायेन वहन्यभावस्य वह्नित्वरूपा प्रतियोगिता यथा समवायावच्छ्न्निा भवति, तथैव संयोगावच्छिन्नापि भवति । इत्थं च समवायेन वहन्यभावस्य प्रतियोगितायाः अवच्छेदकः सम्बन्धः संयोगः समवायश्च, अत्र तु प्रतियोगितावच्छेदकसम्बन्धेन प्रतियोगितावच्छेदकावच्छिन्नानधिकरणं ग्राह्यं । किन्तु अत्र प्रतियोगितावच्छेदकसम्बन्धेन संयोगसम्बन्धेन वह्नित्वावच्छिन्नवह्न्न्यधिकरणं न धूमाधिकरणं अतः साध्याभावस्य लक्षणाघटकत्वात् अतिव्याप्तिः भवत्येव ।
(૨) પ્રશ્ન : પ્રતિયોગિતા એ શું પદાર્થ છે ? એ તદ્દન જુદો પદાર્થ તો મનાય જ નહીં, કેમકે આગળ જ આ પ્રતિયોગિતાને સ્વરૂપસંબંધવિશેષ તરીકે ઓળખવાના છે. “જો તેને જુદો પદાર્થ માનો, તો આગળના ગ્રન્થ સાથે વિરોધ આવે. તે ન આવે, તે માટે પ્રતિયોગિતા એ સ્વરૂપસંબંધરૂપ જ માનવી પડે. હવે પાછો પ્રશ્ન થાય કે, એ સ્વરૂપસંબંધ શું “પ્રતિયોગી” સ્વરૂપ માનવો ? જો એમ માનીએ તો તો પછી વિઘ્નમાન્ ધૂમાણ્ વગેરે બધા સ્થાને અસંભવદોષ જ મળશે. તે આ પ્રમાણે-તમે ઘટાભાવને લક્ષણઘટક તરીકે લેશો, તો સ્વરૂપસંબંધરૂપ પ્રતિયોગિતા ઘટમાં આવશે અને પ્રતિયોગિતા તમે પ્રતિયોગી=ઘટ સ્વરૂપ જ માનો છો. તો પછી એ ઘટ તો જેમ ઘટત્વાવચ્છિન્ન છે, તેમ દ્રવ્યત્વ-સમવેતત્વ-જ્ઞેયત્વાદિથી પણ અવચ્છિન્ન જ છે અને એમ હોવાથી પ્રતિયોગિતાવચ્છેદક તરીકે દ્રવ્યત્વાદિ પણ લેવાય અને તેનાથી અવચ્છિન્ન બધા દ્રવ્યાદિ બને. અને હેત્વધિકરણ પર્વતમાં તો વૃક્ષાદિદ્રવ્યો સંયોગથી રહેલા જ છે. એટલે પ્રતિયોગિતાસામાન્યનું અનધિકરણ હેત્વધિકરણ જ ન મળે. આમ થવાથી બધે જ અસંભવદોષ આવે. પ્રતિયોગીવ્યધિકરણ અભાવ જ ન મળે. જો આ આપત્તિ નિવારવા પ્રતિયોગિતા એ પ્રતિયોગીસ્વરૂપ માનવાને બદલે, પ્રતિયોગિતાવચ્છેદક તરીકે ઈષ્ટ ઘટત્વાદિરૂપ જ માનો, અને એ પ્રતિયોગીત્વરૂપ ઘટત્વનું અવચ્છેદક તો ઘટત્વ જ બને. અને તેથી પ્રતિયોગિતા (ઘટત્વ)
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૨૯