________________
दीधिति:१३
ચન્દ્રશેખરીયા : પ્રશ્ન : પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદકસંબંધથી પ્રતિયોગિતાવચ્છેદક જેમાં રહે તે પ્રતિયોગિતાવચ્છેદકથી અવચ્છિન્ન ગણાય. આમ કહો તો શું વાંધો ? ધૂમાભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક ધૂમત્વ છે. અને તે ધૂમમાં સમવાયથી જ રહે છે. એટલે પ્રતિ.અવ.તા. અવચ્છેદક સંબંધ સમવાય જ બનશે. અને તે સંબંધથી તો ધૂમત્વ એ માત્ર ધૂમમાં જ રહેવાથી, તૃણાદિ લેવાશે જ નહી. માટે અતિવ્યાપ્તિ આવવાની જ નથી.
ઉત્તર : જો પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદકસંબંધથી પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન લેવાની વિવક્ષા કરવી હોય તો બીજો કોઈ વાંધો નથી. પણ ત્યાં પછી “હે–ધિકરણવૃત્તિ-અભાવપ્રતિયોગિતાની અનવચ્છેદકતા” એમ જે કહેશું. તેમાં તાદેશપ્રતિયોગિતાનો અવચ્છેદક એ સાધ્યતાવચ્છેદકતા-અવચ્છેદક-સંબંધથી જ રહેલો લેવાનો. અર્થાત્ તાદશપ્રતિયોગિતાવચ્છેદકતા એ સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન જ લેવાની અને તેનો અભાવ સાધ્યતાવચ્છેદકમાં લેવાનો. જેમકે ઘટપ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ છે. અને તે સાધ્યતાવચ્છેદક-તાવરચ્છેદક સમવાયથી જ ઘટમાં રહે છે. આમ ઘટત્વમાં સાધ્યતાવચ્છેદકતા વચ્છેદક સંબંધાવચ્છિન્ન એવી તાદશાભાવપ્રતિયોગિતાવચ્છેદકતા છે અને તેનો અભાવ વનિત્વમાં છે. એટલે લક્ષણ સમન્વય “વહિનામાન્ ધૂમા’ સ્થળે થઈ જ જાય છે.
જો આ પ્રમાણે ન માનો તો, રૂપવાન્ પૃથ્વીત્વાતું અહીં આવ્યાપ્તિ આવે. કેમકે રૂપવિષયક જે જ્ઞાન થાય એ જ્ઞાનમાં વિષયિતાસંબંધથી રૂપત્વ રહી જાય. એટલે એ જ્ઞાન રૂપ–વિશિષ્ટજ્ઞાન બને. પૃથ્વીત્વાધિકરણ ઘટાદિમાં આ રૂપ–વિશિષ્ટજ્ઞાન એ સમવાયથી રહેતું નથી. અહીં પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ રૂપત્વ છે અને તે જ્ઞાનમાં વિષયિતા સંબંધથી રહેલ છે. અને તે સંબંધથી અવચ્છિન્ન તો એ જ્ઞાન જ બને અને સાધ્યતાવચ્છેદક સમવાયથી જ્ઞાનનું અનધિકરણ એવો ઘટ બને. તેમાં આ જ્ઞાનાભાવ મળે. તેની પ્રતિયોગિતાનો અવદક રૂપત્વ મળી જતા અવ્યાપ્તિ આવે. પણ અમે કહ્યા પ્રમાણે માનો તો વાંધો ન આવે. કેમકે રૂપવમાં જે પ્રતિયોગિતાવચ્છેદકતા આવી એ તો વિષયિતા-સંબંધાવચ્છિન્ન છે. સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સમવાયાવચ્છિન્ન નથી. એટલે આ લેવાશે જ નહિ. પરંતુ ઘટાભાવ લેવાશે. તેની ઘટત્વમાં રહેલી પ્રતિયોગિતા-અવચ્છેદકતા સાધ્યતાવચ્છેદક સમવાયાવચ્છિન્ન છે જ. અને આવી પ્રતિ. અવચ્છેદકતાનો અભાવ રૂપવમાં મળી જતાં લક્ષણ ઘટી જાય અવ્યાપ્તિ ન આવે.
અહીં અમારી પ્રથમ વિવક્ષા લો તો તો જરાય વાંધો ન આવે. કેમકે રૂપ–વિશિષ્ટજ્ઞાનાભાવ લો છો. પરંતુ સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સમવાયસંબંધથી તો પ્રતિયોગિતાવચ્છેદક એવું રૂપ– માત્ર રૂપમાં જ છે. એટલે સમવાયથી રૂપવાવચ્છિન્ન તરીકે રૂપ જ બને. અને તેનું અનધિકરણ તો ઘટાદિ બનવાના નથી. માટે અવ્યાપ્તિ આવવાનો પ્રશ્ન જ ઉભો ન થાય. એટલે (i) સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક-સંબંધેન પ્રતિયોગિતાવચ્છેદકતાઅવચ્છેદકત્વ અથવા (ii) પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદકસંબંધેન પ્રતિયોગિતાવચ્છેદક-અવચ્છિન્નત્વ લો, તો ત્યાં તાદશાભાવપ્રતિયોગિતાવચ્છેદકતા સાધ્યતાવચ્છેદકતા વચ્છેદકસંબંધાવચ્છિન્ન જ લેવાની. અને તાદશાવચ્છેદકતાના અભાવવાળો સાધ્યતાવચ્છેદક લેવાનો. આમ બેમાંથી કોઈપણ વિવક્ષા ચાલે.
वस्तुत:-साध्यतावच्छेदकताघटक सम्बन्धावच्छिन्नं
R
AMKATHA IN DAINTILTSAHITYAKARANTERTAIAgCAIAgCAnthetworshotshornt15tLENDALIYANIENT SHADES DEPENDLA ALPESPITALITANAILALITA GITAL100000AA%AAA10010010000661611(Co2
- સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૨૩
IN:/11/6/4/full/1W1wforfolololololololololololololololololololollowforfolloysosofwisdolololololololololololol#liklelist.
IfIilolololololthilololololololiti
vitibitiplatfolitiligolololololololololololol Eli[li[li[lgoli III II0ligiloGODI ISBollutio
B