________________
दीधिति: ५
अत्र उपाधौ यदि "एकावच्छेदेन" पदं न निवेश्यते । तदा तु हेतुः उपाधेः अभिन्नः भवति । एवं च यत्र हेतुः तत्र उपाधिरपि भवत्येव इति उपाधिः साधनव्यापकोऽपि भवेत् । तथा च न स परमार्थतः उपाधिः भवेत् इति उपाधेः साधनाव्यापकत्वसिद्ध्यर्थमेव एकावच्छेदेन... पदम् । वृक्षे हेतोः सत्वात् तादृशोपाधेरसत्वात् साधनाव्यापकत्वं अक्षतम् भवति ।
ચન્દ્રશેખરીયા: પ્રાચીનો: યત્ પદથી ઘટ-પટ-પુસ્તકાદિ લેવાય પણ તેનો અનુગમ કરનાર કોઈ ધર્મ નથી તેમ તમ કહો છો. પણ યત્પદાર્થવિષયક જ્ઞાનવિષયતાવચ્છેદકત્વવાળા જે ધર્મો, તેનાથી અવચ્છિન્ન જે બને, તે યત્પદનો અર્થ ગણાય. એટલે ક્યારેક યથી ઘટ, ક્યારેક યથી પટાદિની બુદ્ધિ ભલે કરીએ પણ એ ઘટત્વપટત્વાદિ ધર્મોએ બુદ્ધિવિષયતાવચ્છેદકત્વોપલક્ષિત તો છે જ. અને તાદશધર્માવચ્છિન્નત્વ તો બધામાં એક જ છે. આમ પ્રાચીનોના મતે તો બુદ્ધિવિષયતાવચ્છેદકત્વોપલક્ષિતધર્માવચ્છિન્ન તરીકે યત્-તત્ત્ના અર્થોનો અનુગમ થઈ જ જાય છે. માટે અનુગતવ્યાપ્તિ મળી જ રહે છે.
ઉત્તરપક્ષ: તો પણ તમારા અનુમાનમાં એકાવચ્છેદેન યાવવિશેષાભાવવત્વ એ ઉપાધિ બને છે. ઉપાધિ એ સાધ્યવ્યાપક+સાધનાવ્યાપક હોય. અને ઉપાધિ એ વ્યભિચાર લાવી આપવાનું કામ કરે. કેમકે ઉપાધિ એ સાધ્યવ્યાપક હોવાથી "જ્યાં સાધ્ય ત્યાં ઉપાધિ, જ્યાં ઉપાધિ-અભાવ ત્યાં સાધ્યાભાવ." એવો અર્થ થાય. અને *એ ઉપાધિ સાધનને અવ્યાપક છે. એનો અર્થ એ કે "જ્યાં સાધન છે. ત્યાં બધે જ ઉપાધિ છે." તેવું નથી. પણ એવું પણ કોઈક સ્થાન છે જ્યાં સાધન છે અને ઉપાધિ નથી. અને માટે જ તો તે સાધન-અવ્યાપક ગણાય છે. હવે જ્યાં સાધન છે ઉપાધિ નથી ત્યાં ઉપાધિના અભાવને લીધે ઉપાધિને વ્યાપ્ય એવા સાધ્યનો પણ અભાવ જ સાબિત થાય. અને એટલે આ એવું સ્થાન બન્યું કે જ્યાં સાધન છે અને સાધ્ય નથી. અર્થાત્ વ્યભિચાર આવે.
પ્રસ્તુતમાં યાવસંયોગવિશેષાભાવો એ હેતુ છે. અને સંયોગસામાન્યાભાવ એ સાધ્ય છે. હવે એકાવચ્છેદેન યાવવિશેષાભાવ એ ઉપાધિ બનાવવાનો છે. આમાં જો "એકાવચ્છેદેન" શબ્દ ન મુકો તો યાવવિશેષાભાવ જ બાકી ૨હે. અને એ જ તો હેતુ છે. અને આમ હેતુ અને ઉપાધિ એક જ બની જવાથી જ્યાં હેતુ ત્યાં તે ઉપાધિ પણ રહેવાની જ. એટલે તે ઉપાધિ સાધન-અવ્યાપક ન બનતાં પરમાર્થથી ઉપાધિ ન જ કહેવાય. એટલે એકાવચ્છેદેન શબ્દ એ ઉપાધિને સાધન-અવ્યાપક બનાવીને સાચી ઉપાધિ બનાવવા માટે જ મુકેલ છે.
સંયોગસામાન્યાભાવ ગુણાદિમાં પ્રસિદ્ધ છે. અને ત્યાં સર્વત્ર એકાવચ્છેદેન યાવસંયોગવિશેષાભાવ ૨હેલા છે. માટે આ ઉપાધિ સાધ્યવ્યાપક છે. અને વૃક્ષાદિમાં યાવસંયોગવિશેષાભાવત્વ=હેતુ છે. પણ ત્યાં એકાવચ્છેદેન=મૂલાવચ્છેદેન કે શાખાઘવચ્છેદેન (એક જ અવયવાવચ્છેદેન) યાવસંયોગવિશેષાભાવો મળતા નથી જ. કેમકે કોઈપણ અવયવમાં ગગનસંયોગાદિ રૂપ કોઈક સંયોગો તો ૨હેલા જ છે. આમ આ ઉપાધિ સાધન-અવ્યાપક પણ બની જાય છે. અને એટલે ઉપર મુજબ વ્યભિચાર આવે.
जगदीशी -- न चैवं तत्तत्संयोगाभावस्य गुणे व्याप्यवृत्तित्वादेकावच्छेदेन साध्यव्यापकत्वं दुर्घटमिति વાવ્યમ્;
********
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ – ૮૯