________________
दीधितिः८
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
लक्षणघटकत्वमस्ति इति नातिव्याप्तिः । છે ચન્દ્રશેખરીયાઃ પૂર્વપક્ષ: ના. કેમકે "ભૂતલે સમવાયેન તવાયત્તાભાવઃ" એવું જ્ઞાન થવા છતાં પણ ભૂતલે સંયોગેન તો એ જ્ઞાન થઈ શકે છે. અને તેથી માત્ર તદ્ગોત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક-અભાવવિષયકજ્ઞાન પ્રતિબંધક ન મનાય. પરંતુ સંયોગસંબંધાવચ્છિન્ન-તડ્વોત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક અત્યન્તાભાવવિષયકજ્ઞાન એ જ સંયોગેન ગોમત્તાની બુદ્ધિ પ્રત્યે પ્રતિબંધક છે એમ માનવું જોઈએ. આમ અત્યન્તાભાવપ્રત્યક્ષ એ ચોક્કસસંબંધને લઈને જે પ્રતિયોગીના અભાવવત્તાના જ્ઞાન રૂપ હોય ત્યારે જ તે તે ચોક્કસસંબંધને લઈને જ પ્રતિયોગીના જ્ઞાન પ્રત્યે પ્રતિબંધક બને. જ્યારે ધ્વસ અને પ્રાગભાવમાં તો એવું નથી. જે ભૂતલ ઉપર ગોધ્વસનું જ્ઞાન થાય. ત્યાં સમવાય-કાલિક-સંયોગાદિ કોઈપણ સંબંધથી ગોની પ્રતીતિ થતી જ નથી. એટલે ધ્વસપ્રાગભાવવિષયકજ્ઞાન એ સંબંધવિશેષના નિવેશ વિના જ પ્રતિબંધક બને છે. જ્યારે અત્યન્તાભાવવિષયકજ્ઞાન એ સંબંધવિશેષના નિવેશ ફિદ્વારા જ પ્રતિબંધક બને છે. જ્યારે આમ અત્યન્તાભાવમાં સંબંધવિશેષ્યક તદ્ગોવાદિધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક
અભાવત્વ છે. અને ધ્વસાદિમાં માત્ર તદ્ગોત્વાદિધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક-અભાવત્વ છે. એટલે એ અભાવત્વ સરખું નથી. અને તેથી જ અત્યન્તાભાવની પ્રતિયોગિતા સામાન્યધર્માવચ્છિન્ન મનાય પણ તેને લઈને ધ્વસાદિની પ્રતિયોગિતા એ સામાન્યધર્માવચ્છિન્ન ન મનાય. જો ત્રણેયમાં એક સરખું અભાવત્વ હોત તો ત્રણેયમાં એક સરખું માનવું પડે. પણ તેવું તો નથી જ. એટલે જ ધ્વસાદિની પ્રતિયોગિતા અમે તો સામાન્યધર્માવચ્છિન્ન માનતા નથી. માટે જ "જેઓ એવું માને છે કે.." એમ અમે કહ્યું છે. આમ ઉપર્યુક્ત સ્થલોમાં અતિવ્યાપ્તિ આવે જ છે માટે જ "અત્યન્તાભાવ-સંસર્ગાભાવ" એમ કહો તો ય છુટકારો થવાનો નથી. અહીં પૂર્વપક્ષ પુરો થયો. હવે સિદ્ધાન્ત તેનો ઉત્તર આપશે. { ઉત્તરપક્ષ: આ બધી આપત્તિઓનું મૂળ એ જ છે કે "જેનો ધ્વંસ જ્યાં રહે ત્યાં તેનો અત્યન્તાભાવ ન રહે" એવી તમારી માન્યતા છે. પણ એ માન્યતા જ ખોટી છે. કેમકે જેમ પ્રતિયોગિવાળા એવા પણ કાળમાં પ્રતિયોગિનો અત્યન્તાભાવ રહે છે. તેમ પ્રતિયોગિધ્વસવાળા કાળમાં પણ પ્રતિયોગિ-અત્યન્તાભાવ માનવામાં કોઈ જ વાંધો નથી.
1 जागदीशी -- ननु ‘प्रतियोगिमत इवे' त्यप्रसिद्धं तत्राप्यत्यन्ताभावानुपगमात्
1. चन्द्रशेखरीयाः ननु प्रतियोगिमति काले प्रतियोग्यत्यन्ताभाव एव अप्रसिद्धः इति तं दृष्टान्तीकृत्य ध्वंसवति कालेऽत्यन्ताभावसाधनप्रयासोऽनुचितः इति चेत् ।
ચન્દ્રશેખરીયા: પ્રશ્નઃ પ્રતિયોગિતાવાળા કાળમાં પણ અમે અત્યંતાભાવ માનતા જ ન હોવાથી એને દષ્ટાન્ત તરીકે ન લેવાય.
जागदीशी -- अत आह- *अन्यथेति । [गवात्यन्ताभावासत्त्व इत्यर्थः] । *अत्यन्ताभावस्येति ।। -गोत्वादिना गवादेरत्यन्ताभावस्येत्यर्थः । तेन गगना[ध]भावस्य गोविशिष्टगोत्वाद्यभावस्य वा प्रलयवृत्तित्वेऽपि
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા” નામની સંસ્કત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૮૩.
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀