________________
दीधितिः८
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
પૂર્વપક્ષ: મહાપ્રલયપૂર્વક્ષણે દુઃખસામાન્યનો ધ્વંસ છે એકપણ દુઃખ હાજર નથી એમ શી રીતે માની શકાય? પ્રશ્નઃ દુઃખાદિ એ સ્વપ્રત્યક્ષથી નાશ પામનારા છે. એટલે જો મહાપ્રલયપૂર્વક્ષણે દુઃખ માનો તો તે ક્ષણે કે મહાપ્રલયક્ષણે ઉત્પન્ન થયેલ દુઃખપ્રત્યક્ષ એ દુઃખનો ધ્વંસ કરે. હવે જો મહાપ્રલયપૂર્વક્ષણે જ દુઃખજ્ઞાનની ઉત્પત્તિ માનીએ તો એ જ્ઞાન બે ક્ષણ સ્થાયી હોવાથી મહાપ્રલયક્ષણે પણ તે દુઃખજ્ઞાન માનવું પડે. અને તો પછી એ મહાપ્રલય જ ન કહેવાય. કેમકે મહાપ્રલયમાં એકપણ જન્મવસ્તુ હોતી નથી. એટલે જ મહાપ્રલયની પૂર્વેક્ષણે જો દુઃખ માનો તો પણ તે ક્ષણે કે તેની પછીની ક્ષણે=મહાપ્રલયની ક્ષણે દુઃખજ્ઞાનસાક્ષાત્કાર સંભવતો જ નથી. અને તેના વિના દુઃખનો નાશ પણ ન સંભવે એટલે ખરેખર તો એમ જ માનવું પડે કે ધારો કે ચોથી ક્ષણે મહાપ્રલય ઉત્પન્ન થાય છે. તો બીજીણે દુઃખપ્રત્યક્ષ ઉત્પન્ન થઈ શકે. અને તેથી જ બીજી ક્ષણ સુધી જ દુઃખ હોઈ શકે. ત્રીજી ક્ષણે દુઃખપ્રત્યક્ષ દ્વારા દુઃખધ્વંસ થશે. અને ચોથી ક્ષણે એ દુઃખપ્રત્યક્ષ પણ નાશ પામી જવાથી મહાપ્રલય ઘટી શકશે. આમ વધુમાં વધુ મહાપ્રલયની પૂર્વની બીજી ક્ષણ સુધી જ દુઃખ હોઈ શકે. પૂર્વની ક્ષણે તો ન જ હોય. અને એટલે અષ્ટાધિકરણ એવા મહાપ્રલયપૂર્વેક્ષણમાં દુઃખસામાન્યધ્વસ મળી જતાં અતિવ્યાપ્તિ ન આવે. ક્રમ આ પ્રમાણે(a) દુઃખની ઉત્પત્તિ (b) દુઃખપ્રત્યક્ષ (c) દુઃખનાશક એવા દુઃખપ્રત્યક્ષની હાજરી (1) દુઃખપ્રત્યક્ષનો નાશ
પૂર્વપક્ષ: મહાપ્રલયપૂર્વક્ષણે દુઃખ માનીએ અને છતાં દુઃખપ્રત્યક્ષ ન માનતા તે ક્ષણને જ દુઃખનાશકારણ માની લઈએ એટલે દુઃખપ્રત્યક્ષ વિના જ મહાપ્રલયની પ્રથમક્ષણે= (પદ્ધતિ મુજબ ચોથી ક્ષણે) દુઃખધ્વંસ થઈ જશે. અને તેથી પૂર્વેક્ષણે દુ:ખ હોવાથી દુ:ખસામાન્યધ્વંસ ન મળે માટે અતિવ્યાપ્તિ આવે. ? પ્રશ્નઃ ના. એ મહાપ્રલયપૂર્વકાલીનદુઃખનું જો જ્ઞાન ન માનો તો એ દુઃખ પ્રત્યક્ષવિષય ન બન્યું એમ માનવું પડે. પણ એ દુઃખ આ રીતે પ્રત્યક્ષવિષય ન બનનારું="અવિદિત" માનવામાં કોઈ જ પ્રમાણ નથી. અને તેથી કહ્યા પ્રમાણે અતિવ્યાપ્તિ નિરાસ થઈ જ જાય છે. જિગદીશ પંક્તિનો અર્થ–દુઃખ એ સ્વપ્રત્યક્ષથી નાશ્ય હોવાથી મહાપ્રલયની પૂર્વેક્ષણે દુઃખ માની ન શકાય. કેમકે જો ત્યાં દુિઃખની હાજરી જ માનવાની વાત છે. ઉત્પત્તિ તો પહેલા થયેલી માની શકાય.] દુઃખ માનીએ તો તેનો નાશ કરનાર સાક્ષાત્કાર એ ક્ષણે ઉત્પન્ન થનારો માનવો પડે અને જો એમ માનીએ તો મહાપ્રલયક્ષણે તે સાક્ષાત્કાર હાજર માનવો જ પડે. કેમકે જ્ઞાન બે ક્ષણ ટકે છે. પણ ઉત્તરક્ષણે=મહાપ્રલયપ્રથમક્ષણે તો કોઈપણ જન્ય પદાર્થ સંભવતો ન હોવાથી તે ક્ષણે દુઃખસાક્ષાત્કારની હાજરી (ઉત્પત્તિ તો પૂર્વની ક્ષણે છે.) સંભવતી નથી. જો તમે એમ કહો કે – મહાપ્રલયપૂર્વક્ષણે એ દુઃખ છે જ. પણ એ દુઃખ સ્વપ્રત્યક્ષથી નાશ્ય નથી. પણ તત્પણથી જ નાશ્ય છે. અને એટલે દુઃખસાક્ષાત્કારની ઉત્પત્તિ થયા વિના જ પૂર્વેક્ષણરૂપ કારણ દ્વારા જ મહાપ્રલયની પ્રથમ સમયે તેનો નાશ થઈ જશે. – તો એ પણ બરાબર નથી. કેમકે એ દુઃખ સ્વસાક્ષાત્કારનો વિષય ન બને=અવિદિત ન રહે." એમ માનવામાં કોઈ પ્રમાણ નથી.]
,
जागदीशी -- किञ्च निखिलब्रह्माण्डानां युगपत् खंडप्रलयानभ्युपगमेन ब्रह्माण्डान्तरवर्तिदुःखमादाय सद्धेतुरेवायम्।
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા” નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૭૬