________________
दीधितिः६
अस्ति इति साध्याभाव एव लक्षणघटको भवेत् । तथा च अव्याप्तिः भवेदेव । अतः साध्यतावच्छेदकसंयोगेनैव प्रतियोगिताश्रयाधिकरणं वाच्यम् । किन्तु अस्य महती चर्चा अत्रैव ग्रन्थे अग्रे करिष्यते इति वामाचरणेन न तस्य विवेचनं कृतं इति वयं उत्प्रेक्षामः । કે ચન્દ્રશેખરીયાઃ દીધિતિમાં કહે છે કે પ્રતિયોગિ-અસમાનાધિકરણ એવો અભાવ લેવાનો છે. તો "અયં ગુણકર્માન્યત્વવિશિષ્ટ સત્તાવાનું જાતે " માં વાંધો આવે. કેમકે ત્યાં જાતિ અધિકરણ ગુણમાં વિશિષ્ટસત્તા-અભાવ મળે છે. પણ તેનો પ્રતિયોગી વિશિષ્ટસત્તા છે. અને તે શુદ્ધસત્તાથી અભિન્ન છે. એટલે શુ.સત્તા પણ પ્રતિયોગી ગણાય. અને તે તો ગુણમાં રહેલ જ હોવાથી આ વિ.સત્તા.અભાવ એ સ્વપ્રતિયોગિ-સમાનાધિકરણ બની જતાં
આ સાધ્યાભાવ લક્ષણ ઘટક બને નહિ. અને તો પછી તાદૃશઘટાભાવાદિને લઈને લક્ષણસમન્વય થઈ જતા અિતિવ્યાપ્તિ આવે. પણ ઉપર્યુક્ત વિવક્ષાથી તે આપત્તિ ન આવે. પ્રતિયોગિતાવચ્છેદકવિ.સત્તાત્વાવચ્છિન્ન તો વિ.સત્તા જ છે. અને તે તો ગુણમાં ન રહેલી હોવાથી ગુણમાં રહેલો વિ.સત્તા-અભાવ એ સ્વપ્રતિયોગિતાવચ્છેદક વિ.સત્તાવાવચ્છિન્નવિશિષ્ટસત્તાને અસમાનાધિકરણ મળી જાય છે. આમ સાધ્યાભાવ લક્ષણઘટક બની જતાં
અતિવ્યાપ્તિ ન આવે. કે પ્રશ્નઃ આમ તો આ ખુલાસો ન કરે તો વક્તિમાન્ ધુમાત્ માં પણ અવ્યાપ્તિ આવે જ છે ને? કેમકે "પ્રતિયોગિ-અસમાનાધિકરણ=પ્રતિયોગિતાવાળાના અધિકરણમાં ન રહેનાર..." એવો અર્થ થાય. હવે
ધૂમાધિકરણપર્વતમાં કાલિકથી વહ્નિ-અભાવ રહે છે. એની પ્રતિયોગિતા મહાનસીયયવહ્નિ, પર્વતીયવહ્નિ, ચિત્વરીયવનિ વિગેરેમાં જુદી જુદી છે. એટલે આ પ્રતિયોગિતાનો આશ્રય મહાનસીયવહ્નિ લઈએ તો એ
મહાનસીયવહ્નિનું અધિકરણ તો મહાનસીયવહ્નિ જ છે. પર્વત નથી. એટલે પર્વતમાં રહેલો વહ્નિઅભાવ એ સ્વપ્રતિયોગિતાશ્રયમહાનસીયવત્રિના અધિકરણ એવા મહાનસમાં ન રહેનારો હોવાથી તે લક્ષણઘટક બની જતાં અવ્યાપ્તિ આવે. મહાનસમાં પણ કાલિકથી વહ્નિ-અભાવ છે. પણ પર્વતવૃત્તિવહ્નિઅભાવ તો મહાનસમાં અવૃત્તિ જ છે. એટલે આ પ્રમાણે કહી શકાય. એટલે ખરેખર તો દીધિતિમાં એમ જ કહેવું જોઈએ કે આ સ્થાને આવ્યાપ્તિ નિવારવા માટે "પ્રતિયોગિતાવચ્છેદકાચ્છિન્ન-અસમાનાધિકરણ એવો અભાવ લેવો" જ્યારે દીધિતિમાં તો જે એમ કહ્યું છે કે અતિવ્યાપ્તિ નિવારવા માટે પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન-અસમાનાધિકરણ એવો અભાવ લેવો" એ વિધાન તો ઘણું દૂરનું છે. પ્રતિયોગિતાવચ્છેદકવહ્નિત્નાવચ્છિન્ન તમામ વહ્નિઓ બને તેમાં પર્વતીયવહ્નિ પણ બને. અને પર્વતમાં કાલિકેન રહેલો વહ્નિ-અભાવ એ પર્વતીય વહ્નિને સમાનાધિકરણ જ હોવાથી તે લક્ષણઘટક ન બનતા બીજા અભાવને લઈને લક્ષણ સમન્વય થઈ જાય. કે ઉત્તર: તમારી વાત સાચી છે. પણ નવીન તૈયાયિકો તો વહ્નિત્વાદિ એક જ ધર્મથી અવચ્છિન્ન પ્રતિયોગિતાઓને અનંતવર્તિઓમાં=પ્રતિયોગીઓમાં એક જ માને છે જુદી જુદી માનતા નથી. એટલે એમના મતે તો "પ્રતિયોગિતાઆશ્રયાધિકરણ-અવૃત્તિ" એવો અભાવ લઈએ તો ય કોઈ અવ્યાપ્તિ ન આવે. કેમકે વહ્નિ-અભાવની પ્રતિયોગિતા એક જ હોવાથી તેના આશ્રય તરીકે બધા વહ્નિ લેવા પડે અને તેમાં પર્વતીયવહ્નિ પણ આવે. અને તેનું અધિકરણ પર્વત બને અને તેમાં વર્તમાન આ કાલિકેન વહ્નિ-અભાવ છે. એટલે આ અભાવ "અવૃત્તિ" તરીકે
ܕ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
કે
સિદ્ધાન્તલક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૪૦
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀