________________
दीधितिः५
અિવચ્છેદક મૂલ છે. એટલે અવચ્છેદકતાસંબંધથી કપિસંયોગાભાવવાનું મૂલ બનશે. હવે આ મૂલથી અવચ્છેદ્ય તરીકે કપિસંયોગાભાવ, ઘટાભાવ વિગેરે બધા જ મળશે. પણ પક્ષીસંયોગાભાવ નહી મળે કેમકે મૂલમાં પક્ષી બેઠેલો છે. એટલે મૂલનો અવચ્છેદ્યતાસંબંધથી પક્ષીસંયોગ-અભાવમાં અભાવ છે. આમ પક્ષીસંયોગાભાવ એ મૂલાભાવવાનું બનશે. અર્થાત્ અવચ્છેદ્યતાસંબંધથી મૂલાભાવવત્વવિશિષ્ટ એવો પક્ષીસંયોગાભાવ મળ્યો. પણ બીજા બધા અભાવ તો અવચ્છેદ્યતાસંબંધથી મૂલવાળા જ બની ગયા છે. એટલે વૃક્ષમાં તો અવચ્છેદ્યતાસંબંધથી મૂલાભાવવત્વવિશિષ્ટ એવા સંયોગીયાયાવવિશેષાભાવ નથી. માટે આ ઉપાધિ વૃક્ષમાં ન મળે. અને એટલે એ સાધન-અવ્યાપક બને. છે પણ ગુણમાં આ બધા જ અભાવો રહેલા છે. અને તે બધા ગુણમાં તો વ્યાપ્યવૃત્તિ છે. એટલે ગુણ તે અભાવોનો અવચ્છેદક બનતો નથી. એટલે ગુણમાં જે અભાવો રહેલા છે. તે બધા જ કોઈથી પણ અવચ્છેદ્ય અવચ્છિન્ન નથી અને એટલે જ અવચ્છેદકતાસંબંધથી તત્તસંયોગાભાવના અધિકરણ એવા મૂલાદિ દેશો એ અવચ્છઘતાસંબંધથી મૂલાદિવૃત્તિ એવા સંયોગાભાવોમાં જ રહેશે. પરંતુ ગુણમાં રહેલા તમામે તમામ સંયોગાભાવો એ કોઈથી અવચ્છેદ્ય ન હોવાથી મૂલશાખાદિ એ ગુણવૃત્તિ-સંયોગાભાવોમાં અવચ્છેદ્યતાસંબંધથી રહી શકતા નથી. આમ ગુણવૃત્તિ તમામ સંયોગાભાવો એ અવચ્છેદ્યતાસંબંધથી મૂલાદિ-અભાવવાળા જ બને છે. આમ ગુણમાં તાદશમૂલાદિ-અભાવવત્વવિશિષ્ટ એવા યાવત્ વિશેષાભાવ રૂપ ઉપાધિ મળે છે. માટે તે ઉપાધિ સાધ્યવ્યાપક બની જાય છે. હું સાર એટલો જ કે કોઈપણ દ્રવ્યના કોઈપણ અવયવમાં છેવટે ગગનસંયોગાદિ તો રહેવાના જ છે. અને
એટલે જ કોઈપણ દ્રવ્યમાં તમામે તમામ અભાવો નિરવચ્છિન્નવૃત્તિક તરીકે મળી જ ન શકે. એટલે કે વૃક્ષમાં ઘટ છે જ નહિ તો ઘટાભાવ એ હજી નિરવચ્છિન્નવૃત્તિ મળી જાય. પણ વૃક્ષમાં જ જે પ્રત્યેક અવયવોમાં જુદા જુદા સંયોગ રહેલા છે એના અભાવ તો જુદા જુદા અવયવોમાં જ મળે. સંપૂર્ણ વૃક્ષમાં ન મળે. એટલે જ શાખીયકપિસંયોગનો અભાવ એ મૂલાવચ્છિન્ન બની જાય છે. હવે અવચ્છેદકતાસંબંધથી કોઈપણ સંયોગાભાવનું અધિકરણ કોઈપણ એક દેશ લેવાનો છે. એનો અર્થ જ એ કે એ જે સંયોગનો અભાવ લઈએ તે સંયોગ તો તે જ દ્રવ્યમાં બીજા અવયવમાં રહેલો જ છે. અને માટે જ આ મૂલાદિ અવયવ તે સંયોગાભાવનો અવચ્છેદક બને છે. જો વૃક્ષમાં શાખા પર પણ કપિસંયોગ ન હોત તો તો વૃક્ષમાં નિરવચ્છિન્ન-વૃત્તિક એવો જ કપિસંયોગાભાવ સિદ્ધ થઈ જાય. એટલે અવચ્છેદકતાસંબંધથી કપિસંયોગાભાવવાનું કોઈપણ એક દેશ લઈ લેવો. દા.ત. મૂલ. અને તે મૂલમાં જે પક્ષીસંયોગ, ગગનસંયોગ, વાયુસંયોગ છે. તેનો અભાવ તે મૂલમાં ન મળે. પણ બાકીના તમામ અભાવો એ મૂલમાં મળે. અને તે તમામ અભાવો એ મૂલાવચ્છેદ્ય બને. એટલે જ અવચ્છેદ્યતાસંબંધથી તે તમામ અભાવો મૂલવાનું જ બનવાના છે. માત્ર મૂલમાં રહેલા પક્ષી+ગગન+વાયુના સંયોગો કે જેનો અભાવ શાખાદિમાં છે. તે અભાવોમાં મૂલવિચ્છેદ્યતા નથી પરંતુ શાખાવચ્છેદ્યતા છે. એટલે તે અભાવો જ અવચ્છેદ્યતા સંબંધથી મૂલવાળા નથી બનતા. અર્થાત્ મૂલાભાવવાળા બને છે. આમ વૃક્ષમાં આ ત્રણ જ સંયોગોના અભાવો એ તાદશમૂલાભાવવત્વવિશિષ્ટ છે. પણ યાવતુસંયોગવિશેષાભાવો તેવા પ્રકારના નથી. માટે આ ઉપાધિ વૃક્ષમાં ન મળે.
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
-
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કત+ગુજરાતી સરલ ટીકાઓ - ૯૬
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀