________________
૪૬
સાર, ગુજરાત, મારવાડ( રાજપૂતાના ), માળવા, મેવાડ અને દિલ્લી જેવા વિસ્તૃત દેશેાનાં મહારાજ્ગ્યાની સ્થાપના, વૃદ્ધિ અને ઉન્નતિ–પ્રગતિ કરવામાં વર્ષો પર્યન્ત
ઉપસ હાર
ઉચ્ચ રાજ્યાધિકારીરૂપે તથા અન્યાન્ય પ્રકારે કિંમતી ફાળ આપનાર, ચાવડા, સાલકી અને ચૈાહાણ જેવા રજપૂત રાજવંશેાને જ નહિ; મુસલમાન, મેાગલ પાતશાહેાને અને છેવટે બ્રિટીશ સામ્રાજ્યના સૂત્રધારાને પણ ઉચ્ચ પ્રકારની સહાયતા—સેવા સમર્પનારા સગૃહસ્થેાથી; તથા ધર્મ અને નીતિના પવિત્ર માગે પ્રેરનારા પ્રભાવશાલી, સદ્ગુણી સચ્ચ રિત્ર વિદ્વાન્ ધર્મોપદેશક ગુરુઓથી ગારવશાલી થયેલ વે. જૈનસમાજ, વસ્તુપાલ, તેજપાલ જેવા પેાતાના પૂર્વજોના વિજય–સ્મારકાના ભૂલાઈ ગયેલા પ્રામાણિક ઇતિહાસને વાંચે, વિચારે, સમજે. તેણે પ્રમાદથી, ભયથી, બેદરકારીથી અથવા અન્યાન્ય કારણેાથી કેટલું ગુમાવ્યું ? કઇ રીતે ગુમાવ્યું ? ક્ષુદ્ર આંતર કલહેાથી, અને પ્રમાદાથી થયેલી તેની નિમ લતાના લાભ લઈ ખીજાઓએ ક્રમશ: કેવી યુક્તિ પ્રયુક્તિથી આક્રમણેા કર્યો? એ ગંભીર ઇતિહાસને સમજવા શક્તિમાનૢ થાય, સાવધાન થાય અને જાગૃત થઇ પાતાના પૂર્વજોના સદ્ગુણ્ણાને અને ગૈારવભર્યા સ્મારકોને સંરક્ષવા તત્પરતા દર્શાવે; તે આ પરિશ્રમ સલ થયેા માનીશું.
લા. ભ. ગાંધી.