________________
પદ્માસન ના ફીટ ઉંચી ઉમેરેલી સૂચવી તેના પર લખેલ સં. ૧૧૩૪ જણાવ્યા છે.
નગારખાના દરવાજાથી દિ. () જેનેનાં લાખો રૂા. ની લાગતવાળાં પાંચ મંદિર જણાવી તેમાં દિ. (?) જૈન પ્રતિમાઓ અને સુંદર નકશી કામે દીવાલમાં ઉકેરેલાં જણાવ્યાં છે. પરંતુ તે જીર્ણાવસ્થામાં અને અંદર પ્રતિમાઓ ન હોવાનું જણાવ્યું છે.
છાશિયા તળાવ પાસેના ૩ મંદિરે વિના પ્રતિબિંબનાં જીર્ણ પડ્યાં જણાવ્યાં છે. તેમાંનું ૧ મંદિર શિખરબંધ બિલકુલ તૈયાર, માત્ર એક તરફની થોડી દિવાલ પડેલી જણાવી છે.
દૂધિયા તળાવ ઉપર બે પ્રાચીન જીર્ણ મંદિર જણાવી તેમાંના એકનો ઉદ્ધાર સં. ૧૯૭ માં થયે જણાવે છે. તેમાં રહેલી રમણીય ૧૦ પ્રતિમામાંથી ૬ પ્રતિમાઓ પર એ જ સંવત્ કનકકીર્તિ નામ સાથે લખેલ જણાવ્યું છે. ૧ પર રામકીર્તિ, અન્ય પ્રતિમાઓ પર ૧૫૪૮, તથા ૧૬૪૬, ૧૯૬૫ વાદિભૂષણ, ૧૯૬૯ સુમતિકીર્તિ નામ જણાવ્યું છે.
આગળ સીડિની બંને તરફ ૮ દિ. () જેની પ્રતિમા જણાવી પછી ઉપર કાલકા દેવીનું મંદિર જણાવ્યું છે.
એ સીડિયથી એક તરફ થોડું ચાલતાં પહાડની ટોચ પર રામચંદ્રજીના સુપુત્ર લવ અને અંકુશ બં. પ્રાં. સ્મા. માં કુશ નું નિર્વાણ સ્થાન, તેને સાક્ષાત્ મોક્ષમહલ અને એ પહાડ પરથી ૫ કેટિ મુનિ [ઉપર ટકેલી ગાથામાં જણાવેલ] મુક્તિ પધાર્યા!! જણાવે છે.”