________________
ગુજરાતના વીર મંત્રી
તેજપાલનો વિજય.
[ લે. ૫'. લાલચ', ભ. ગાંધી, પ્રાચ્યવિદ્યામંદિર, વડાદરા, ]
મંગલમય આનંદ–પ્રસંગ ઉપસ્થિત થયા છે કે દીર્ઘાયુ: શ્રીજૈનધર્મ પ્રકાશની ૫૦ વષૅની સેવાના સ્મારક તરીકે સુવર્ણ – મહાત્સવ-સમિતિ દ્વારા સુવર્ણ –વિશેષાંકની ચેાજના કરવામાં આવી છે. તેમના આમંત્રણને માન આપી અમ્હારે પણ યથાશક્તિ નૈવેદ્ય ધરવું જોઇએ-એમ વિચારી યથામતિ કંઇક લખવા પ્રવૃત્ત થતાં ગુજરાતના પ્રતિષ્ઠિત પવિત્ર ઉત્તમ પુરુષાનાપ્રાચીન જૈન મંત્રીશ્વરાના ઉજજવલ કારકિર્દી ભર્યા સુવણૅ મય ઇતિહાસ દૃષ્ટિ-સમક્ષ ઉપસ્થિત થાય છે; ત્યારે બીજી તરફથી કેટલાંક વર્ષોથી ગુજરાતના કેટલાક સાક્ષરોએ સં. પ્રા. એ. આધારભૂત મૂલ ગ્રંથના અજ્ઞાનથી અથવા ધમ ભેદ, વર્ણ ભેદ જેવા ગમે તે આંતિરક કારણે, જાણતાં કે અજાણતાં અસંબદ્ધ અને અસંભિવત કલ્પના કરી તે મહાપુરુષાને કલંકિત અધમ દર્શાવવા કરેલે બુદ્ધિના વિચિત્ર અનુચિત ઉપયોગ નજરે ચડે છે. ગુજરાતનુ ગારવ દર્શાવવાની ઘેાષણા કરતા, ગુજરાતને સાંસ્કારિક વ્યક્તિ તરીકે સમજાવવા મહાપ્રયત્ન કરતા, ગુજરાતના નામાંકિત નવલકથાકારે ગુજરાતની વિશિષ્ટ વિભૂતિયાને મનસ્વી કલ્પનાઓથી અલિટત રૂપમાં રજી કરી, પેાતાની શક્તિને અવળે માર્ગે ઉતારી ગુજરાતના