________________
રર
ખેમા દેદરાણ જેવા ઉદાર સંગ્રહસ્થ વિકરાળ દુષ્કાળ વખતના ઉપાડી લીધેલા, વાર્ષિક રક્ષાભારથી “અન્નદાતા” “દુકાળ–ભંજક” “શાહ” જેવાં વણિકુ જેનસમાજનાં બિરૂદને સાચાં કરી બતાવ્યાં હતાં. દુર્જનનાં મુખને બંધ કરાવી શાહવટને સાચવી હતી. એ વૃત્તાન્ત જાણવા માટે કવિ લક્ષ્મીરને વિ. સં. ૧૭૨૧ માં રચેલે ખેમાને રાસ [એતિહાસિક રાસસંગ્રહ ભા. ૧, ય. વિ. ચં. પ્ર.] જે જોઈએ.
પં. વિવેકધીરગણિએ વિ. સં. ૧૫૮૭માં રચેલા ઇષ્ટાર્થ– સાધક નામના શત્રુંજયદ્વાર પ્રબંધ/ઉ. ૨,લો. ૧૬માં શાહિ મહિમંદ વેગડને પરિચય આપતાં જણાવ્યું છે કે
તેણે યુદ્ધવડે જીર્ણદુર્ગ અને ચંપકદુર્ગ(ચાંપાનેરગઢ) લીધા હતા. ઉપર્યુક્ત પ્રબંધના અંતમાં મૂકેલ રાજાવલી– કેકમાં, ગુજરાતના સુલતાનેમાં વિ. સં. ૧૫૧૫ થી પર વર્ષ પર્યત તેનું રાજ્ય તથા તેણે ગ્રહણ કરેલ પાવકાચલ (પાવાગઢ) અને જીર્ણ દુર્ગ(જૂનાગઢ)નું સૂચન છે.
“ स्वस्तिश्री संवत् १५४५ वर्षे मार्गसर वदि पक्षे द्वितीयायां तिथौ शुक्रे दिने श्रीपत्तन[श्री]मदणहिल्लपुरपत्तने वास्तव्यश्रीपातसाहश्रीमहिमुदसुरत्राणराज्ये विजयकटकस्थितिचंपकनेरस्थाने पिं । राज्यरोमिं । xx"
પાટણ સંધ, જૂના ભંડારની પ્રતિ ડા. ૩૦ १ “ महिमुंद-कुतुबदीनौ शाहिमहिमुंदवेगडस्तदनु ।
यो जीर्णदुर्ग-चंपकदुर्गौ जग्राह युद्धन ॥ શત્રુજ્યતીર્થોદ્ધાર-પ્રબંધ [ આત્માનંદ સભા ભાવનગરથી પ્ર. ઉ. ૨, ૦ ૧૬ ].
२ सं. १५१५ व० महिमुंदवेगडुराज्यं व० ५२ पावकाचलजीर्णदुर्गौ गृहीतौ ।'
-રાજાવલી–કાજીક.