________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ આ પ્રમાણે પોતાના એકાન્તભેદવાદના આગ્રહને ત્યજીને પૂર્વાપરપર્યાયોમાં દ્રવ્યની એકતા (અભિન્નતા) સ્વીકારી લેવી જોઈએ. સારાંશ કે સમયે સમયે પર્યાયસ્વરૂપે દ્રવ્ય જરૂર બદલાય છે. પરંતુ દ્રવ્યસ્વરૂપે દ્રવ્ય બદલાતું નથી. આમ દ્રવ્યનો અભેદ પણ સ્વીકારી લેવો જોઈએ. સારાંશ કે પ્રતિસિમયે પર્યાયો પલટાવા છતાં પણ દ્રવ્યરૂપે કથંચિદ્ અભેદ પણ અવશ્ય છે જ. ॥૨૩॥
૬૮
જો ક્ષણનાશતણો તુઝ ધંધ, તો હિંસાથી કુણ નિબંધ। વિસશક્ષણનો જેહ નિમિત્ત,
હિંસક તો તુઝ મનિ અપવિત્ત ॥૨૪॥
ગાથાર્થ :- જો સર્વે પણ વસ્તુઓ પોતાના સ્વભાવથી જ ક્ષણમાત્રવર્તી છે (અર્થાત્ ક્ષણિક છે). આમ સર્વે પણ વસ્તુઓના ક્ષણમાત્રવર્તીપણાની જ તમારી માન્યતા છે. તો પછી હિંસા કરવાથી બંધ કોને થશે ?
જો એમ કહેશો કે વિસર્દશક્ષણ ઉત્પન્ન કરવામાં જે નિમિત્ત કારણ છે તે જ હિંસક કહેવાશે. તો હે બૌદ્ધ ! તમારા મનને પણ હિંસક અર્થાત્ બંધનું કારણ માનવું પડશે. આમ અપવિત્રતા જ પ્રગટ થશે. ૫૨૪॥
',
ટો :- વળી ક્ષાનાશી વસ્તુ માનવું છઠ્ઠું, તિહાં રોષ વહવું छई, जो क्षणनाशनो धंध तुझनई लागो छई, तो हिंसाथी बंध कुणनई थाई ? क्षणक्षणई जीव नाश पामई छई तो हिंसा कुणनी कहथी होई ? तिवारइं "हिंसाथी पाप" बुद्धइ कहिउ, ते किम मिलइ ? हिंसा विण अहिंसा किहां ? तेह विना सत्यादि व्रत किहां ?
जे मार्टि सत्यादिक अहिंसानी वाडरूप कहिया छइ, आम सर्व लोप थाई.