________________
સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન
૬ ૭ ગાથાર્થ :- જો એક જ ક્ષણ હોવાથી ઉપાદાનકારણતા અને અનુપાદાનકારણતા (નિમિત્તકારણતા) આવો ભેદ તે ક્ષણ કરતી નથી. તો પૂર્વપર્યાય અને ઉત્તરપયાય ભિન્ન ભિન્ન હોવા છતાં તે બન્નેમાં દ્રવ્યભેદ થતો નથી. આમ આ સાચી વાતને ખેદ છોડીને (કદાગ્રહ ત્યજીને) સ્વીકારી લેવી જોઈએ. //ર ૩
ટબો :- વીનું “lહું પતિ અને રિતિક્ષUT જીરૂ तिहां उपादान-निमित्तपणई जो क्षणनो भेद नथी, तो पूर्व-अपरपर्यायनइं भेदइ द्रव्यभेद न पामइ, मताग्रहनो खेद छोडीनइं द्रव्य एक મારો પારણા
વિવેચન :- વળી દંડ નામનું જે ઘટનું નિમિત્તકારણ છે તિહાં પોતાના બીજા સમયમાં આવનારા દંડના સ્વરૂપનું પ્રથમ સમયવર્તી દંડસ્વરૂપ ઉપાદાન કારણ પણ છે અને તે જ દંડ ઘટાત્મક કાર્ય પ્રત્યે નિમિત્તકારણ (અનુપાદાનકારણો પણ છે. અર્થાત્ વિવક્ષિત એવો દંડ પોતાનું જ ઉત્તરસમયમાં જે દંડાત્મક સ્વરૂપ થવાનું છે તેમાં ઉપાદાનકારણ પણ છે અને પોતાની સહાયથી ઉત્પન્ન થનારાં જે ઘટાદિક ઈતર કાર્યો છે તે પ્રત્યે નિમિત્તકારણ (અનુપાદાનકારણો પણ છે. આમ બન્ને પ્રકારની કારણતા એક સાથે એક જ દંડમાં હોય છે.
સારાંશ કે એક જ સમયવર્તી દંડ બીજા સમયે આવનારા દંડના સ્વરૂપમાં ઉપાદાનકારણ અને પ્રથમસમયકાળે બનનારા ઘટાત્મકાર્ય પ્રત્યે અનુપાદાનકારણ (નિમિત્તકારણ) અવશ્ય થાય છે. તેવી જ રીતે કોઈપણ દ્રવ્યનો પૂર્વેક્ષણવર્તી પર્યાય ઉત્તરસમયવર્તી પર્યાયથી કથંચિત્ ભિન્ન હોવા છતાં પણ તે બન્નેમાં દ્રવ્યનો ભેદ નથી. અર્થાત્ પર્યાય પલટાવા છતાં દ્રવ્ય તેનું તે જ રહે છે. દ્રવ્યનો ભેદ થતો નથી. દ્રવ્યપણે કથંચિ અભેદ પણ અવશ્ય છે જ.