________________
સમ્યક્ત્વનાં પ્રથમ સ્થાનનું વર્ણન
૩૩
આત્મા પણ માનસપ્રત્યક્ષ કહેવાય છે. જેમ ગંધગુણ ઘ્રાણેન્દ્રિય ગ્રાહ્ય હોય છે. માટે ગંધ ગુણવાળો સુગંધી વાયુ પણ ઘ્રાણેન્દ્રિય ગ્રાહ્ય કહેવાય જ છે. તેમ જ્ઞાનગુણ માનસ પ્રત્યક્ષ હોવાથી જ્ઞાનગુણવાળુ આત્મદ્રવ્ય પણ માનસપ્રત્યક્ષ જ છે અને જે વસ્તુ પ્રત્યક્ષ સિદ્ધ હોય તેને સિદ્ધ કરવા અનુમાન કરવાની જરૂર રહેતી નથી. છતાં વાદીઓની સાથેના વાદવિવાદને દૂર કરવા માટે “આત્મદ્રવ્ય’”ની સિદ્ધિ અનુમાનપ્રમાણ દ્વારા પણ કરાય છે.
શાસ્ત્રોમાં જ કહ્યું છે કે કોઈપણ વસ્તુ અનુભવથી સેંકડો વાર પ્રત્યક્ષ પ્રમાણથી જણાઈ હોય તો પણ અનુમાનરસિક જીવો તે જ વસ્તુને અનુમાનપ્રમાણથી પણ સિદ્ધ કરે જ છે. તેમ “આત્મા” નામનું દ્રવ્ય જ્ઞાનના આશ્રયરૂપે (જ્ઞાનના આધારરૂપે) સિદ્ધ (અર્થાત્ જ્ઞાનના આધારરૂપે) પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ હોવા છતાં પણ અનુમાન રસિક જીવો વડે આ જ આત્મદ્રવ્યની સિદ્ધિ “અનુમાનપ્રમાણ વડે’ પણ અવશ્ય કરાય છે. તે અનુમાન પ્રમાણ આ પ્રમાણે છે -
બાળકને સ્તનપાન પ્રવૃત્તિ, પૂરવભવ વાસના નિમિત્ત 1 એ જાણે પરલોક પ્રમાણ, કુણ જાણઈ અણદીઠું ઠામ II૧૪॥ ગાથાર્થ નવા જન્મેલા બાળકને જે સ્તનપાનની પ્રવૃત્તિ છે, તે પૂર્વભવની વાસનાના કારણે છે. તેથી તે બાળચેષ્ટા પરલોકની (પૂર્વભવની) સિદ્ધિનું પ્રમાણ છે, નહીં દીઠેલું સ્થાન કોણ જાણે છે ? ।।૧૪।।
ટબો - વાળનનું સ્તનપાનપ્રવૃત્તિ છફ, તે દૃષ્ટસાધનતા હેતુ છ, તે સ્મરળ અનુભવથી થારૂ, તે ( અનુમવ) મવરૂં નથી, परभवनो ज आवइ, तज्जनितवासनाइं ए भवई स्मरण थाई, ए परभव प्रमाण जाणो ॥
-