________________
૩ ૨
સમ્યક્ત જસ્થાન ચઉપઈ ઉત્તર :- “આત્મા” નામનું દ્રવ્ય પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થાય છે. જેમ ચક્ષુ આદિ પાંચે ઈન્દ્રિયોથી અનુક્રમે રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે અને તે રૂપ, રસાદિ ગુણો અને તેનાથી કથંચિત્ અભિન્ન એવું પુદ્ગલ દ્રવ્ય પ્રત્યક્ષ પ્રમાણથી જણાય છે. તેવી જ રીતે પ્રત્યક્ષ પ્રમાણથી જ્ઞાનગુણ અનુભવાય છે માટે જ્ઞાનગુણથી અભિન્ન એવું આત્મદ્રવ્ય પણ પ્રત્યક્ષ પ્રમાણથી જણાય જ છે માટે આત્મા પણ મન અને ઇન્દ્રિય વડે જ્ઞાન દ્વારા કથંચિ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થાય છે અને જ્યાં પ્રત્યક્ષ પ્રમાણ હોય ત્યાં અનુમાનાદિ ઇતર પ્રમાણોની જરૂર હોતી નથી. છતાં આત્મતત્ત્વની સિદ્ધિ માટે અનુમાનાદિ પ્રમાણો પણ મળી શકે છે. અમે અનુમાનાદિ પ્રમાણ પણ આપીએ છીએ.
પ્રશ્ન :- લતા આદિ પદાર્થોના કંપની દ્વારા, અર્ક-તુલાદિકનું આકાશમાં ધારી રાખવા રૂપ ધૃતિ દ્વારા અને ઝંઝાવાતાદિ શબ્દ દ્વારા, વાયુ નામનું દ્રવ્ય અનુમાન પ્રમાણ દ્વારા સિદ્ધ થાય છે તથા શરીર સાથેના સંયોગાદિ દ્વારા શીતળતા-ઉષ્ણતા જણાવવા વડે પણ વાયુદ્રવ્ય છે. આમ હજુ સમજી શકાય છે. પરંતુ અરૂપી એવું આત્મદ્રવ્ય તો કોઈ પણ પ્રમાણથી સિદ્ધ કરી શકાતું નથી માટે “જીવદ્રવ્ય” છે. આમ કેમ કહી શકાય? જીવદ્રવ્યનું અસ્તિત્વ કેમ માની શકાય? જીવદ્રવ્યને સમજાવે તેવું કોઈ અનુમાન બુદ્ધિમાં બેસતું નથી ?
ઉત્તર :- “જ્ઞાન” માનસ પ્રત્યક્ષ છે. તેથી “આત્મા” પણ માનસ પ્રત્યક્ષથી સિદ્ધ થાય છે. આત્મા જ્ઞાનસ્વરૂપ-ચેતનામય છે અને જ્ઞાન એ માનસપ્રત્યક્ષ છે, તેથી જ્ઞાનથી અભિન્ન ભાવે રહેલો આત્મા પણ માનસપ્રત્યક્ષ છે. આમ સિદ્ધ થાય છે. જ્યાં ગુણો પ્રત્યક્ષ ગ્રાહ્ય હોય ત્યાં તે તે ગુણોથી અભિન્ન એવું દ્રવ્ય પણ પ્રત્યક્ષગ્રાહ્ય જ કહેવાય છે. જેમ ઘટનો રૂપગુણ પ્રત્યક્ષ છે, તો તે રૂ૫ ગુણવાળો ઘટ પણ પ્રત્યક્ષ જ કહેવાય છે. તેની જેમ જ્ઞાનગુણ માનસપ્રત્યક્ષ છે. માટે જ્ઞાનગુણવાળો