________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ
अणदीठं स्थानक कुण जाणई ? इम मरणत्रासइं पणि पूर्वभवनो मरणानुभव अणुभविई, अणदीठाथी त्रास किम होइ ? जातमात्रइं तो मरण दीठं नथी. मरणत्रास तो पावइ छइ, जाणि ते परलोक छई.
इ
૩૪
તે
વિવેચન નાના બાળકને સ્તનપાનની જે પ્રવૃત્તિ થાય છે, ઇષ્ટ સાધનતાના સ્મરણ હેતુક છે. ક્ષુધા લાગી છે, તેને દૂર કરવા માટે જીવ તેનું સાધન શોધે છે. પૂર્વભવના આહારના સંસ્કારના સ્મરણથી તે સ્તનપાન તરફ પ્રેરાય છે. સ્તનપાનનો અનુભવ કરવા જવાનું જે મન થાય છે, તેમાં પૂર્વભવમાં લીધેલા આહારના સંસ્કારોનું સ્મરણ કરાય છે. કારણ કે આ ભવમાં તો આહાર લેવાનું હજુ કાંઈ જ કામ કર્યું નથી. આહાર માટેની આ પ્રવૃત્તિ એ પ્રથમ પ્રવૃત્તિ જ છે. તેથી આ ભવમાં કરાતી આહાર પ્રવૃત્તિમાં કારણ ગતભાવના આહારનું સ્મરણ છે અને તે આહાર સ્મરણમાં પૂર્વભવમાં કરેલા આહારના સંસ્કારો કારણ છે.
-
આ રીતે વર્તમાન અનુભવનું કારણ સ્મરણ અને સ્મરણનું કારણ પૂર્વભવના સંસ્કારોનો અનુભવ છે. તેનાથી પૂર્વભવ છે. આમ સિદ્ધ થાય છે. આ રીતે અનુમાન દ્વારા પૂર્વભવની સિદ્ધિ થાય છે.
જો પૂર્વભવ-૫૨ભવ ન હોય તો જન્મમાત્ર પામેલ બાળકનો જીવ પૂર્વભવમાં ન હતો કારણ કે આ ભવ પ્રથમ ભવ જ માન્યો છે અને આ જ ભવ તેનો પ્રથમ ભવ છે. એવો જ અર્થ થાય અને જો ખરેખર આમ જ હોય તો જન્મમાત્ર પામેલા તે બાળકને ભૂખ મટાડવાનું સાધન સ્તનપાન જ છે અને તે સ્તન ભાગ ક્યાં છે ? તેનું જ્ઞાન તે બાળકને કેમ થાય ? આ જ ભવ તેનો પ્રથમ ભવ હોવાથી અહીં (સ્તનભાગમાં) વળગવાથી મારી ક્ષુધા મટશે ? એવું જ્ઞાન તે બાળકને કેવી રીતે થાય ? તથા સ્તનપાનની પ્રક્રિયા પણ કેમ આવડે ? ક્યારેય પણ ન જોયેલા સ્તન