________________
૨૨
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ સાચાં માની લઈ છેતરાય છે, તેમ ધર્મગુરુઓ નરક-નિગોદ અને તેનાં દુઃખો બતાવીને લોકોને ભય પમાડે છે.” પરંતુ પરમાર્થથી નરક-નિગોદ જેવું કશું નથી, પરભવ જ નથી, પાપ-પુણ્ય જેવું કશું જ નથી, માટે તમે કંઈક સમજો અને મારી સાથે ઇચ્છા મુજબ ભોગવિલાસ ભોગવો. આ પ્રમાણે તે પતિએ પોતાની પત્નીને કહ્યું અને પત્નીએ પોતે જ સાક્ષાત્ વરૂનાં પગલાંની વાર્તા નજરે નિહાળી હોવાથી પતિની સઘળી વાર્તા માની લીધી.
ત્યારબાદ તે પતિએ પોતાની પત્નીને કહ્યું કે પાંચે ઇન્દ્રિયોનાં સુખો ભોગવો, મોજમજા કરો, નરક-નિગોદ કે પરભવ જેવું કંઈ જ તત્ત્વ નથી. આ શરીર પૃથ્વી આદિ પાંચ ભૂતોથી જ બનેલું છે અને તેમાંથી જ ચેતના પ્રગટ થયેલી છે. પૂર્વભવ-પરભવ કે આત્મા જેવા કોઈ તત્ત્વો જ નથી, પુણ્ય-પાપ જેવું કશું જ નથી. માટે ઇચ્છા મુજબ ભોગો ભોગવતાં ભય રાખવાની જરૂર જ નથી. મારી સાથે ભોગો ભોગવીને તમારા યૌવનને સફળ કરો. આ પ્રમાણે વરૂનાં પગલાંની વાર્તા જાણવી. ॥૮॥
“મિથ્યાત્વના પ્રથમ સ્થાનની સામે સમ્યક્ત્વના પ્રથમ સ્થાનનું વર્ણન” “જીવ છે”
અવતરણ-ચાર્વાકદર્શને બતાવેલા પૂર્વપક્ષની સામે હવે ઉત્તરપક્ષએહવા પાપી ભાખઈ આળ, બાંધઈ કર્મતણા બહુ જાળ I આતમસત્તા તેહનિં હવઈ, યુગતિ કરી સદ્ગુરુ દાખવઈ IIII
ગાથાર્થ પાપી એવો ચાર્વાક આવા પ્રકારનાં આળ (ખોટાં
ખોટાં વચનો) બોલે છે અને કર્મોનાં ઘણાં ઘણાં જાળાં બાંધે છે. તેહને (તે
-