________________
સમ્યક્તનાં પ્રથમ સ્થાનનું વર્ણન
૨ ૧ વિના અનુમાન અને આગમ પ્રમાણ છે અને તેનાથી પૂર્વભવ પરભવ નરક-નિગોદ બધું જ છે. આમ સિદ્ધ થાય છે. તે સ્ત્રી પોતાના પતિની વાત માનતી નથી. તેથી તે સ્ત્રીને યુક્તિપૂર્વક સમજાવવા માટે તેનો પતિ તે સ્ત્રીને સાથે લઈને રાત્રિના સમયે નગર બહાર ગયો અને પોતાની પત્નીને કહ્યું કે નગરના લોકો અને તેમાં પણ જે બહુશ્રુત પુરુષો ગણાય છે, તે કેવા છે તે તું જો !
તે પતિએ પોતાની પત્ની જુએ તેવી રીતે નગરના દરવાજાથી નગરના ચૌટા સુધીના રાજમાર્ગમાં રેતીની અંદર વરુનાં પગલાં પોતાના હાથથી ચિતર્યા-દોર્યા. જ્યારે પ્રભાત થયું અને લોકોની અવર-જવર ચાલુ થઈ, ત્યારે આ પગલાં જોઈને લોકો કહેવા લાગ્યા કે આજે રાત્રે આ નગરમાં વરુ આવ્યું છે. જુઓ, આ તેનાં પગલાં રેતીમાં પડેલાં દેખાય છે. આ સાંભળી ઘણા લોકો ભેગા થઈ ગયા, ગામમાં વસતા બહુશ્રુત (પંડિત) પુરુષો પણ આ વાત સાંભળીને જોવા માટે ત્યાં આવી પહોંચ્યા અને તેઓ આ પગલાં જોઈને લોકોને ઉત્તેજિત કરવા લાગ્યા કે આજે રાત્રે અવશ્ય આ નગરમાં વરૂ આવેલું છે. પંડિતોના મુખથી આ વાર્તા સાંભળી લોકો ભયભીત થઈ ગયા અને પોતપોતાના ઘરોમાં ભરાઈ ગયા. કોઈ બહાર આવતું જતું નથી.
પેલો નાસ્તિક પતિ ગામવાસી લોકોનું આ નાટક જોઈને પોતાની પત્નીને કહે છે કે હે પ્રિયે ! દેખો, સામાન્ય માણસો તો ઠીક, પરંતુ બહુશ્રુત તરીકે ગણાતા પંડિત પુરુષો પણ પરમાર્થથી અબહુશ્રુત જેવા છે. તેઓ પોતે જ સાચો પરમાર્થ જાણતા નથી. આ પગલાંથી વરૂ આવ્યો છે, એમ માની લઈને પોતે પણ વરૂ આવ્યાનું જ લોકોને સમજાવે છે. હકીકત તે પોતે જોયું છે કે વરૂ આવ્યો પણ નથી, આ પગલાં તેનાં નથી, તારા દેખતાં દેખતાં મેં જ ચીતરેલાં છે. આ સંસારી લોકો આવા અજ્ઞાની છે. ગતાનુગતિક છે. લોકપરંપરાને માની લેનારા છે. જેમ આ લોકો “વૃકપદને